વડનગરમાં પાર્લર, પાણીપૂરી અને કોલા બંધ રાખવા સૂચના, પાલન ન કરનારને : 500નો દંડ

Spread the love

કોરોના વાયરસને લઈને વડનગર પાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે શહેરમાં પાર્લર, પાણીપુરી તેમજ શેરડીના કોલા ધારકોને 21 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે અને સૂચનાનું પાલન નહીં કરનાર ને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. શુક્રવારે ચીફ ઓફિસરે તમામ પાર્લરો, પાણીપુરીવાળા તેમજ શેરડી કોલાધારકોને મૌખિક સૂચના આપી શનિવારથી 31 માર્ચ સુધી બંધ રાખવા તાકીદ કરી છે. નિયમનું ઉલ્લંઘન કરનાર ને 500 રૂપિયા દંડ ફટકારાશે. ઉપરાંત શહેરની ત્રણ હોટલમાં ચેકિંગ હાથ ધરી હોટલની બહાર સેનિટાઈઝર બહાર ન રાખતા હોટલ અલીફ,નૂતન અને રીઝા હોટલના સંચાલકને પાંચસો રૂપિયાનો દંડ ફટકારાયો હતો.

Right Click Disabled!