વડાલી પોલીસ સ્ટેશનમા 4 ઈસમો સામે ફરિયાદ

વડાલી પોલીસ સ્ટેશનમા 4 ઈસમો સામે ફરિયાદ
Spread the love

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર મા ગઈ કાલે સાંજ ના સુમારે જેવી કોમ્પલેક્ષ ખાતે છેલ્લા ૧૦ વર્ષ ફોટો સ્ટુડિયોનુ કામ કરતા યોગેશભાઈ રાણા ગઈ કાલે સાંજે પોતાના સ્ટુડિયોમા રાબેતા મુજબ સાજના સમયે કામ કરતા હતા. ત્યારે તેમના સમાજના ચાર વ્યક્તિઓ એ તેમના પર લાકડી સહીતના સાધનો થી હુમલો કર્યો હતો. અને સ્ટુડિયો બંધ કરી દેશો તેવુ કહી લાકડી વડે યોગેશભાઈ રાણાને માર માર્યો હતો ત્યારે સાંજના સુમારે વડાલી પોલીસ આવી જતા ચાર ઈસમોની અટકાયત કરી કલમ -૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ ગુનો નોધી અટક કરેલ જ્યારે યોગેશભાઈને વડાલી સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ દાખલ કરાયેલ છે.વડાલી પોલીસ દ્વારા આગળ ની તપાસ હાલ ચાલુ છે.

રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)

14-2.jpg 12-1.jpg 11-0.jpg

Right Click Disabled!