વડાલી ભગીરથ યુવા ટીમ દ્વારા દાદાની આરતીનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો

સાબરકાંઠાના વડાલી શહેરમા આવેલ સગર સમાજ દ્વારા જ્યારે દેશ અને રાજ્ય અને જિલ્લામાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે આ વખતે સાબરકાંઠા સગર સમાજ દ્વારા લોકોની ભીડના થાય તે માટે ભગીરથ જયંતિની ઉજવણીનો કાર્યક્રમ લોકોના હિત માટે ધ્યાનમાં રાખીને બંધ રાખવામાં આવ્યો હતો. ભગીરથ જયંતી દરમિયાન સગર સમાજના યુવાનો વડે રક્ષાબંધન ની સંધ્યા સમયે ભગીરથ દાદાની આરતી નો કાર્યક્રમ સોશ્યલ ડિસ્ટન્સ અને ઓછી સંખ્યા મા રહી સગર સમાજના યુવા ટીમ દ્વારા દાદાની આરતી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને દાદા ના આશીર્વાદ લીધા હતા.
રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)
