વડોદરાના અધિકારીને પ્રમોશન મળ્યા બાદ બે વર્ષથી ગૂમ

વડોદરાના અધિકારીને પ્રમોશન મળ્યા બાદ બે વર્ષથી ગૂમ
Spread the love

ફતેગંજના શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ જેવો કિસ્સો કહી શકાય તેવા પ્રકરણમાં બે વર્ષથી ભેદી સંજોગોમાં ગૂમ થયેલા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના આસિ. મેનેજરનો હજી સુધી કોઇ પત્તો નહીં લાગતા રહસ્ય વધુ ઘેરાયું છે નવાયાર્ડ રેલનગર વિસ્તારના અર્પિતા કોમ્પ્લેક્સમાં રહેતા અને એફ.સી.આઇ.માં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા પવનકુમાર રમેશકુમાર સાથે તેમની જ ઓફિસના બે રૃમ પાર્ટનર પણ રહેતા હતા ચાર વર્ષ પહેલા જ ગોવાથી વડોદરા આવેલા રાજસ્થાનના વતની પવનકુમારની પ્રમોશન સાથે છત્તીસગઢમાં બદલી થઇ હતી અને તેમને તા.૨૬-૪-૨૦૧૮ સુધીમાં હાજર થવાનું હતુ પરંતુ તેના ત્રણ દિવસ પહેલા એટલે કે તા.૨૩-૪-૨૦૧૮ની મધરાત બાદ તેઓ રૃમમાંથી ક્યાંક ચાલ્યા ગયા હતા.

ત્યારબાદ હજી તેમનો કોઇ પત્તો લાગ્યો નથી ઉપરોક્ત બનાવ અંગે સયાજીગંજ પોલીસ લાંબા સમયથી તપાસ કરી રહી છે. પરંતુ અધિકારીઓના હજી સુધી કોઇ જ સગડ નથી કે તેઓ નવી જગ્યા પર પણ તેઓ હાજર થયા નથી.પવનકુમારને શોધવા વડોદરા પોલીસે સાત રાજ્યોમાં તપાસ કરી ભેદી સંજોગોમાં ગૂમ થયેલા અધિકારીને શોધવા માટે વડોદરા પોલીસ સાત રાજ્યોમાં તપાસ કરી આવી છે.બે વર્ષ પહેલા નવાયાર્ડના રૃમમાંથી રહસ્યમય રીતે ગૂમ થયેલા પવનકુમાર નામના અધિકારીના સહ કર્મચારીઓએ પોલીસ અને તેમના પરિવારજનોને જાણ કરતા સયાજીગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી પોલીસની ટીમે પવનકુમારના જ્યા જ્યા સંપર્કો હતા તે રાજસ્થાન,મધ્યપ્રદેશ, હરિયાણા,મહારાષ્ટ્ર, પંજાબ,દિલ્હી, ગોવા જેવા રાજ્યોમાં તપાસ કરી હતીપરંતુ ક્યાંય પત્તો મળ્યો નથી.

download.jpg

Right Click Disabled!