વડોદરાના નાગરિકો કોરાના વાયરસને હરાવવા “ YOGA AT HOME, YOGA WITH FAMILY” કરશે

Spread the love
  • જિલ્લાના નાગરિકોને પરિવાર સાથે પોતાના ઘરે સવારે ૭-૦૦ કલાકે યોગ કરીને વિશ્વ યોગ દિવસમાં ભાગ લેવા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ નો અનુરોધ

વડોદરા
ભારત સરકારના આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્રારા દર વર્ષે તા.૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે કોરોના મહામારીના કારણે YOGA AT HOME,YOGA WITH FAMILY નો કોન્સેપ્ટ અપનાવીને આપણે સૌએ ઘરેથી જ આવતીકાલ તા.૨૧/૦૬/૨૦૨૦ ના રોજ સવારના ડી.ડી.ગીરનાર પરથી ૭.૦૦ વાગ્યે મુખ્યમંત્રીશ્રીના પ્રવચન બાદ યોગા પ્રોટોકોલ પ્રમાણે યોગાભ્યાસ ઘરેથી જ કરવાનો રહેશે.

વડાપ્રધાનશ્રીના તા. ૩૧/૦૫/૨૦૨૦ ના “ મન કી બાત ” કાર્યક્રમમાં જણાવ્યા મુજબ “MY LIFE MY YOGA” વિષય ઉપર વિડિયો બ્લોગીંગ કન્ટેસ્ટ જાહેર કરી તેમાં દરેકને ભાગ લેવા જણાવેલ છે. જે અંર્તગત ભાગ લેનારે ૩ મિનિટના સમયગાળામાં ૩ યોગિ ક્રિયાઓ સાથેનો SHORT VIDEO MESSAGE બનાવી અપલોડ કરવા અપીલ કરવામાં આવી છે, જે માટેની એન્ટ્રીઓ આયુષ મંત્રાલયની વેબ સાઈટ https : // yoga.aayush gov.in/yoga ઉપર તથા અન્ય બે ચેનલ (૧) The MyGov Platform અને (૨) http://mylifemyoga2020.com પર પણ કરી શકાશે. વિજેતાને રૂ. ૨૫,૦૦૦/- થી રૂ.૧,૦૦,૦૦૦/- ની વિવિધ શ્રેણીમાં ઇનામ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે.

આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના સંદર્ભે વડોદરા શહેર જિલ્લાના નાગરિકોને કોરાના વાયરસને હરાવવા જિલ્લાના નાગરિકોને પરિવાર સાથે પોતાના ઘરે જ સવારે ૭-૦૦ કલાકે યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાવવાની સાથે સાથે કલેકટરશ્રીએ દરેક નાગરિકોને પોતાના ઘરેથી પરિવાર સાથે યોગની ક્રિયા સાથેનો પોતાનો અને પરિવારનો ફોટો #DoYogaBeatCorona પોતાના અંગત સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ જેવાં કે ફેસબુક, ટવીટર, ઇન્ટાગ્રામ પર અપલોડ કરવા કલેકટર શાલિની અગ્રવાલે અનુરોધ કર્યો છે.

Right Click Disabled!