વડોદરાના ૬૨ વર્ષીય એક મહિલા કોરોના પોઝોટીવ જણાયા

Spread the love
  • તાજેતરમાં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો

વડોદરા,
વડોદરાના ૬૨ વર્ષના એક મહિલાનો રિપોર્ટ કોરોના પોઝોટીવ આવ્યો છે. આ અંગે જાણકારી આપતા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે, આ મહિલા હાલમાં એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે અને નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે તેમનો ઉપચાર કરવામાં આવી રહ્યો છે. વધુ માહિતી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતે જણાવ્યુ હતુ કે, આ મહિલાએ તાજેતરમાં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો તેમની ટ્રાવેલ હિસ્ટરીની વિગતો મેળવવામાં આવી રહી છે. તેઓ તા.૧૮ માર્ચ-૨૦૨૦ના રોજ એસએસજી હોસ્પિટલમાં સારવાર દાખલ થયા હતા. તેઓ કોરોના પોઝીટીવ જણાતા તકેદારીના નિર્ધારિત પગલા લેવામાં આવી રહ્યા છે.

Right Click Disabled!