વડોદરાના 30 ગામોમાં પશુ આરોગ્ય રક્ષા સેવા પૂરી પાડવા ફરતા દવાખાનાઓને સાંસદે કરાવ્યું પ્રસ્થાન

વડોદરાના 30 ગામોમાં પશુ આરોગ્ય રક્ષા સેવા પૂરી પાડવા ફરતા દવાખાનાઓને સાંસદે કરાવ્યું પ્રસ્થાન
Spread the love
  • પશુધન ની વિનામૂલ્યે સારવારની સુવિધા આપી રાજ્ય સરકારે પશુ પાલકોના ભવિષ્યની દરકાર કરી છે: સાંસદ

વડોદરા
સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા વિનામૂલ્યે પશુ સારવારની સેવા પૂરી પાડવા માટેના 3 ફરતા દવાખાનાઓ નો પશુ આરોગ્ય રથને પ્રસ્થાન કરાવી પ્રારંભ કરાવ્યો હતો.જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર,વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષા ઇલાબહેન ચૌહાણ,ઉપ પ્રમુખ શ્રી એમ. આઇ.પટેલ,સંખેડા ના ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવી,વડોદરા તાલુકા પંચાયતના અધ્યક્ષા મિત્તલ પટેલ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી તેમની સાથે જોડાયા હતા. રાજ્યના મુખ્યમંત્રી શ્રી જીવદયાની હંમેશા ચિંતા સેવે છે એવી લાગણી વ્યક્ત કરતાં સાંસદ શ્રી એ જણાવ્યું કે દર ઉત્તરાયણે કરુણા અભિયાન યોજતી સરકારે પશુધન ની વિનામૂલ્યે સારવારની વ્યવસ્થા કરીને પશુપાલકોના ભવિષ્યની દરકાર કરી છે. ફરતા પશુ દવાખાના ની સારવાર સેવા હાલમાં 30 નિર્ધારિત ગામોને મળશે એનો ઉલ્લેખ કરતાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે કોરોના ના સમયમાં મૂંગા પશુઓની પણ કાળજી લેવાના રાજ્ય સરકારના અભિગમની આ વ્યવસ્થા પ્રતીતિ કરાવે છે.નાયબ પશુપાલન નિયામક શ્રી સુનીલ ભગોરા એ સહુને આવકાર્યા હતા.

Right Click Disabled!