વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ

સયાજી હોસ્પિટલના આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતા ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતા જ ફાયર બ્રિગેડ પણ હોસ્પિટલે દોડી આવ્યું હતું. ત્યાર બાદ ફાયર બ્રિગેડે વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે લાઈટો બંધ થઈ જવાને કારણે ફાયરની કામગીરીમાં મુશ્કેલી પડી હતી.
જો કે ફાઈર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે અને તમામ દર્દીઓને સલામત રીતે બહાર કાઢી લીધા છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. જ્યારે ત્રણ દર્દીને ધુમાડાની અસર થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે વોર્ડમાં આગ લાગી હતી ત્યાં રહેલા કોરોનાના દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 150 જેટલા દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
આ અંગે જાણ થતા ડો. વિનોદ રાવ અને સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયર દોડી ગયા હતા. હજુ બે દિવસ પહેલા જ આગ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટરોએ તાત્કાલિક દર્દીને રસ્તા પર જ સારવાર આપી.
