વડોદરાની SSG હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓને સલામત સ્થળે ખસેડાયા

વડોદરાની SSG હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓને સલામત સ્થળે ખસેડાયા
Spread the love

વડોદરા : મંગળવારે સાંજે વડોદરાની SSG હોસ્પિટલ (SSG Hospital)ના કોવિડ સેન્ટરના વોર્ડમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા દર્દીઓમાં દોડધામ મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હોસ્પિટલ તંત્ર સાથે મળીને ત્યાંથી દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે. વડોદરાની SSG હોસ્પિટલ (SSG Hospital)ના કોવિડ-19 સેન્ટરમાં ત્રીજા માળે શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આઇસોલેશન વોર્ડની અંદરના વાયરોમાંથી તણખા આવવા લાગ્યા હતા અને ધુમાડો બહાર આવી રહ્યો હતો.

જે પછી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આઈસીયુમાં સારવાર લઈ રહેલા કોરોનાના 15 દર્દીઓનો આબાદ બચાવ થયો હતો. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, ICUની સ્ક્રીનમાં આગ લાગી હતી. દર્દીઓની યોગ્ય સારવાર કરીશું. દર્દીઓને કોઇ તકલીફ નહીં પડવા દઇએ. OSD ડો. વિનોદ રાવ અને સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયર દોડી ગયા હતા. હજુ બે દિવસ પહેલા જ આગ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ ભીષણ આગ લાગી હતી. જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા 8 કોરોના દર્દીઓના કરૂણ મોત નિપજ્યા હતા. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થતો હતો. પછી પોલીસ તપાસ આગળ વધતા હોસ્પિટલ પાસે ફાયર NOC ના હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

IMG-20200909-WA0000.jpg

Right Click Disabled!