વડોદરામાં નોકરી લેવા જતા હવસ ખોરનો શિકાર બની

- હોટલમાં બોલાવી બોસે કહ્યું તું તો મારી વાઇફ બનવા લાયક છે
વડોદરા ઇન્ટરવ્યૂ માટે યુવતીને સયાજીગંજની હોટલમાં બોલાવી બોસે સીધો લગ્નનો પ્રસ્તાવ મૂકી યુવતી પર બળાત્કાર ગુજારતા ગર્ભવતી બનેલી યુવતીએ લગ્નનો ઇનકાર કરનાર બોસ સામે પોલીસ ફરિયાદ કરી છે. નોકરી લેવા જતા હવસ ખોરનો શિકાર બનેલી યુવતીએ પોલીસને કહ્યું છે કે મને નોકરીની જરૂર હોવાથી ગઈ તા 20 જુલાઈએ મારા એક પરિચિતે નોકરી માટે સજની અદિતિ હોટલમાં ઇન્ટરવ્યૂ માટે મોકલી હતીઇન્ટરવ્યૂ દરમિયાન બોસે મારો હાથ પકડી તું મને ખૂબ ગમે છે હું પરણિત છું પરંતુ મારી પત્ની ચાર વર્ષથી મારી સાથે રહેતી નથી અને હું તને મારી વાઇફ બનાવવા માગું છું તેમ કહી બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યારબાદ તેને ત્રણ વખત હોટલમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો.યુવતીએ કહ્યું છે કે, મને ગર્ભ રહેતા મેં બોસને લગ્નની વાત કરી હતી.જેથી ઉશ્કેરાઈ ગયેલા બોસે આ ગભૅ મારાથી રહેલો નથી એમ કહી લગ્નનો ઇનકાર કરતા આખરે પોલીસ ફરિયાદ કરી છે. સયાજીગંજ પોલીસે આ ફરિયાદના આધારે સર્વ જીત જૈમીન દેસાઈ રહે.જસપર હોમ ગોત્રી કેનાલ પાસે, વડોદરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
