વડોદરા અને ભરૂચમાં NDRFની ટીમ તૈનાત

વડોદરા અને ભરૂચમાં NDRFની ટીમ તૈનાત
Spread the love
  • ડેમના 23 દરવાજા ખોલવામાં આવતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નદી કાંઠાના 52 ગામોને એલર્ટ

નર્મદા નદીના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 131.04 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમના 23 દરવાજા માંથી 8,13,599 હજાર ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતા વહીવટી તંત્ર પણ એલર્ટ છે. ડેમના 23 દરવાજા ખોલવામાં આવતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નદી કાંઠાના 52 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેને પગલે વડોદરા અને ભરૂચમાં એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

ભરૂચનો ગોલ્ડન બ્રિજ ભયજનક સપાટીથી થોડો દૂર

સરદાર સરોવર ડેમમાં સતત નવા પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી ભરૂચનો ગોલ્ડન બ્રિજ ભયજનક સપાટીથી માત્ર એક ફુટ દૂર છે. વોર્નિંગ લેવલ વટાવી બ્રિજની સપાટી 22.95 ફુટ છે. આ પરિસ્થિતિને જોતા 3 તાલુકામાંથી 2030 લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

IMG-20200831-WA0117.jpg

Right Click Disabled!