વડોદરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ કરવા પર પ્રતિબંધ

Spread the love

વડોદરા
જાહેર જગ્યાઓ પર લાઉડસ્પીકર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ તેમજ ડિજિટલ સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ પર નિયંત્રણ મૂકવો જરૂરી છે. સાધનોના અનિયંત્રિત ઉપયોગથી ધ્વનિ પ્રદૂષણ થાય છે જેની નાગરિકોના આરોગ્ય પર વિપરીત અસરો થાય છે. ધ્વનિ પ્રદૂષણને લીધે નાગરિકોના કામમાં તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસમાં અડચણ ઉભી થાય છે. સાધનોના અનિયંત્રિત ઉપયોગથી સૂલેહ ભંગ તેમજ સાંપ્રદાયિક હિંસાના બનાવો બને છે. વડોદરા પોલીસ કમિશનરે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) અન્વયે હુકમ ફરમાવ્યો છે. સાર્વજનિક જગ્યામાં વાજિંત્ર વગાડવાથી તથા ઘોંઘાટ કરે તેવા બીજા સાધનો વગાડવા અને તેના પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

ઘોંઘાટને કારણે પડોશના રહેવાસીઓને અથવા આવ-જા કરનારાઓને હરકત, અગવડ, ત્રાસ, જોખમ, ભય, નુકશાન થતું અટકાવવા ડીજે-લાઉડસ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમના સાધનોની ખરીદ વેચનાર-ખરીદનાર-ભાડે આપનાર ડીજે-લાઉડસ્પીકર ભાડે આપનારે જરૂરી માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનને આપવાની રહે છે. ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ-૧૯૮૬ની કલમ-૬ તથા ૨૫ હેઠળ ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો-૨૦૦૦ના જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો છે. નિયત રજીસ્ટર નિભાવવાનું રહેશે અને ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

લાઉડ સ્પીકર સિસ્ટમનો તથા અન્ય સાધનોથી ઉત્પન્ન થતાં અવાજની માત્રા જે-તે વિસ્તારની નિયત માત્રા કરતા વધવી ન જોઇએ. ખાનગી સ્થળે થતી કાર્યવાહીને કારણે જે-તે વિસ્તારની નિયત માત્રા કરતાથી વધવી ન જોઇએ. ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે નોઇઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ-૨૦૦૦ તેમજ એન્વાયરમેન્ટ પ્રોટેકશન એકટની જોગવાઇઓ મુજબ રાત દિવસ માટે કાયમી છે.

ધ્વનિ મર્યાદા નક્કી કરતા યંત્ર મારફતે તેના ડેસિબલ્સ (અવાજ મર્યાદા) બહારનો અવાજ હોય તો ગંભીર ગુનો બને છે, જેમાં ૫ વર્ષની સજાની જોગવાઇ છે. આ જોગવાઇ લગ્નના વરઘોડા કે ધાર્મિક કાર્યક્રમને પણ લાગુ પડે છે. ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ, કોમ્યુનિટી હોલ કે ખાનગી મકાન જેવા બંધ સ્થળો પર માઇક સિસ્ટમ અંદરના ભાગે વગાડવા પર પ્રતિબંધ નથી પરંતુ તેનો અવાજ સ્થળની બહાર જવો જોઇએ નહિ. ધાર્મિક સ્થળોમાં વગર પરવાનગીએ સવારે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા દરમિયાન લાઉડસ્પીકર અથવા ડીજે સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે.  વડોદરા શહેરના સમગ્ર વિસ્તારમાં તા.૧૮ જુલાઇ થી તા.૧ ઓગષ્ટ-૨૦૨૦ સુધી હુકમનો અમલ કરવો, હુકમનો ભંગ કરનાર સામે ધ્વનિ પ્રદૂષણ (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ-૨૦૦૦, આઇપીસી-૨૯૦ તથા જીપી એકટ-૧૩૧ મુજબ માલિક, ભાગીદાર, મેનેજર, સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ માઇક સિસ્ટમ ગુનાના મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવશે.

Right Click Disabled!