વડોદરા સેન્ટ્ર્‌લ જેલ વિવાદોમાંઃ કેદી પાસેથી મોબાઇલ ફોન મળ્યો

Spread the love

વડોદરા,
વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પાકા કામના કેદી પાસેથી વધુ એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેલમાં મોબાઇલ ફોન સહિત નશાયુક્ત ચિજવસ્તુઓ શોધી કાઢવા માટે બનાવવામાં આવેલા ઝડતી સ્ક્વોર્ડ દ્વારા કેદી દ્વારા શૌચાલયમાં છૂપાવેલો મોબાઇલ શોધી કાઢવામાં આવ્યો છે.
સેન્ટ્રલ જેલના અધિક્ષકની સુચના મુજબ જડતી સ્ક્વોડ દ્વારા તા.૧૩ માર્ચના રોજ બેરેકોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્ક્વોડને યાર્ડ નંબર-૧૧ અને બેરેક નંબર-૨માં એક કેદી પાસે મોબાઇલ હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે બેરેકમાં તપાસ કરી હતી. તપાસમાં પાકા કામના કેદી અનવર મહંમદ ઉર્ફ લાલા શેખે શૌચાલયમાં પ્લાÂસ્ટકની ડોલમાં છૂપાવેલો મોબાઇલ મળી આવ્યો હતો. આ અંગે ગૃપ-૨ના જેલર છત્રસિંહ ગોહિલે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Right Click Disabled!