વધઇ ખાતેથી ચાર ગૌવંશને કતલખાને જતા બચાવી લેવાયાં

વધઇ ખાતેથી ચાર ગૌવંશને કતલખાને જતા બચાવી લેવાયાં
Spread the love

 

પ્રાપ્ત મળતી માહિતી મુજબ ગુજરાત ના વાંસદા તાલુકાના ડોલવણ ખાતે થી ચાર ગાયો ભરીને મહારાષ્ટ્ર તરફ જતો છોટાહાથી ટેમ્પો નંબર – GJ-02-V V 4742 જય રહ્યો છે એવી હકીકત એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા (દિલ્લી)  ગુજરાત ના એનિમલ વેલફર બોર્ડ ઓફિસર મહાવીર જૈન ચીખલી તથા પ્રેમસિંહ ગાજીનાથ ગૌસ્વામી ને થતા તેઓ તરત ચીખલી ખાતે થી વઘઇ આવી ગયા હતા અને વઘઇ આવી ત્રણ રસ્તા ચેકપોસ્ટ પાસે ઉભા હતા ત્યારે બાતમી વાળો ટેમ્પો આવતા તરત વઘઇ પોલીસને સાથે ટેમ્પો માં તપાસ કરતા ટેમ્પો માં પાછળ ની સાઈડે તપાસ કરી તો તાળપત્રી ઓઢકવીને એકદમ પેક કરીને વિના ઘાસચારા, તથા કોઇપણ પ્રકારના પાણી ની વેવસ્થા નહિ હોવાનું અને ટૂંકા દોરડા વડે કુર્તા પૂર્વક બાંધેલી મળી આવી હતી અને ટેમ્પામાં ડ્રાયવર ની સાથે બીજા અન્ય 4 એટલા ઈસમો બેસેલા હોઈ પોલીસ દ્વારા એમની પ્રાથમિક તપાસ કરતા સંતોષકાર જવાબ નહીં આપતા અંતે વઘઇ પોલીસ સ્ટેશને લાવીને તપાસ અર્થે પૂછતાં જાણવા મળી આવ્યું હતું કે મહારાષ્ટ્રના કાકળઘોડા ખાતે રહેતા બે મુસ્લિમ ઈસમો એ અમને કહ્યું હતું કે ડોલવણ ખાતે થી ચાર ગાયો માટે લાવાની છે એમ કહી અમને ભરવા માટે મોકલ્યા હતા… આ અંગેની માહિતી આપી હતી જે અંગે વઘઇ પોલીસ સ્ટેશન માં કાયદેસર ની ફરિયાદ આપી ગાયો ભરાવનાર, તથા ગાયો ખરીદનાર અને ટેમ્પોમાં લઇ જનાર કુલ મળી 7 ઈસમો વિરુદ્ધ વઘઇ પોલીસ સ્ટેશનમાં કાયદેસર ફરિયાદ કરી હતી આ અંગે વધુ તપાસ વઘઇ પોલીસ સ્ટેશનના સોમનાથ ભાઈ કરી રહ્યા છે.

Right Click Disabled!