વલસાડથી વતન જતા શ્રમિકોને શુભેચ્છા પાઠવતા જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણ

- વલસાડ જિલ્લામાંથી અત્યાર સુધીમાં ૧૧ ટ્રેનો દ્વારા ૧૬૨૦૦શ્રમિકોને વતન મોકલાયા
કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનઅમલી કરવામાં આવ્યું છે. આ લોકડાઉન થકી અન્ય રાજ્યના શ્રમિકોને જે તે સ્થળે જરોકાવાની સૂચના આપવામાં આવી હતી. ઘણા સમયથી લોકડાઉનમાં સપડાયેલા શ્રમિકો વતનમાંજવા માટે ઉત્સુક બન્યા છે. ત્યારે વલસાડજિલ્લામાંથી આજે ઉત્તરપ્રદેશ જનારી ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ અવસરેટ્રેનમાં સફર કરી રહેલા શ્રમિકોના બાળકોને જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણ, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષીએ શુભયાત્રાની શુભેચ્છાઓ પાઠવી નાના બાળકોનેરમકડાં અને ફળો આપ્યા હતા.
વલસાડજિલ્લામાંથી આજદિન સુધીમાં ૧૧ ટ્રેનો દ્વારા ૧૬૨૦૦ શ્રમિકોને વતનમાં મોકલવામાં આવ્યાછે., જ્યારે ઉત્તરપ્રદેશ,બિહાર ઝારખંડ અને અન્ય રાજ્યો માટે દશ ટ્રેનોની દરખાસ્તજે તે રાજ્યોને મોકલવામાં આવી છે. જેની મંજૂરી મળ્યેથી શ્રમિકોને તેમના વતનમોકલવાની વ્યવસ્થા કરાશે. જેથી કરીને વતનમાં જવા માંગતા શ્રમિકોને શાંતિ અનેધીરજ રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત વલસાડજિલ્લામાં મોટાભાગના ઉદ્યોગો કાર્યરત થઇ ગયા હોવાથી શ્રમિકોને વતનમાં જવાનીજરૂરિયાત ના હોય તો ધંધામાં જોતરાઇ શકે છે, તેવી અપીલકરવામાં આવી છે.
રમેશ તિવારી (વલસાડ)
