વલસાડ જિલ્લામાં કરૂણા એનીમલ એમ્યુલન્સો – ૧૯૬૨ શરૂ કરાઈ

વલસાડ જિલ્લામાં કરૂણા એનીમલ એમ્યુલન્સો – ૧૯૬૨ શરૂ કરાઈ
Spread the love
  • વર્ષના ૩૬૫ દિવસ નિઃશુલ્કન પશુ સારવાર મેળવી શકાશે

વલસાડ
રાજયમાં કૃષિ, ખેડૂત કલ્યાવણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન વિભાગ દ્વારા ‘કરૂણા એનિમલ એમ્યુા લન્સા-૧૯૬૨’ કાર્યરત છે. આરોગ્યક અને પરિવાર કલ્યા ણ વિભાગના ૧૦૮ના સફળ અનુભવ બાદ પશુઓની સારવારને ધ્યા૬ને લેતા પશુ મોબાઇલ વાન દ્વારા ફરતું દવાખાનાની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજયસરકાર દ્વારા ‘૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના’ હેઠળ GVK-EMRI મારફતે વલસાડ જિલ્લામાં ૩ પશુ મોબાઇલ વાન ફાળવવામાં આવી છે. આકસ્મિાક સારવાર માટે ૧૯૬૨ ઉપર ફોન કરી નિયત કરેલા ગામોને ઘરબેઠા વિનામૂલ્યેલ પશુસારવાર આપવામાં આવશે.

વલસાડ જિલ્લા પંચાયતના પ્રાંગણમાં વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલના વરદ હસ્તેર આ વાનને લીલી ઝંડી આપી શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, સહકાર અને ઉત્પાલદન સમિતિ અધ્યરક્ષા હેતલબેન પટેલ, નાયબ પશુપાલન નિયામક ડૉ. વી.ડી.મહાજન હાજર રહ્યા હતા. વલસાડ જિલ્લામાં હાલ ત્રણ તાલુકાઓના ૩૦ ગામોમાં આ વાન સેવા આપશે. જેમાં ઉમરગામ તાલુકાના મરોલી, ફણસા, ધોડીપાડા, કનાડુ, કલગામ, સરઇ, મમકવાડા, સરોંડા, માણેકપુર અને નારગોલ, ધરમપુર તાલુકાના ધામણી, તામછડી, દાંડવળ, પેણધા, નાનીકોરવડ, વાંસદાજંગલ, સિંગારમાળ, અવલખંડી તેમજ મોહના કાવચાલી તથા વલસાડ તાલુકાના ચણવઇ, પાથરી, ગાડરીયા, રોણવેલ, ભોમાપારડી, અંજલાવ, બીનવાડા, રાબડા, નવેરા અને ઓઝર ગામોનો સમાવેશ કરાયો છે. આ મોબાઇલ વાન પશુ દવાખાના દ્વારા નિયત કરેલા ગામોમાં સેવા આપશે.

ઉલ્લેખનીય છે કે, મોબાઇલ વાનમાં જરૂરી તમામ દવા તથા સાધન સામગ્રી અને નિષ્ણાં ત પશુચિકિત્સ ક સાથે ઉપલબ્ધન છે. આ યોજના મારફતે નિઃશુલ્ક પશુ સારવાર વર્ષના ૩૬૫ દિવસ, સવારે ૭ થી રાત્રે ૭ સુધી મેળવી શકાશે. તમામ વાન જીપીએસની સુવિધાયુક્ત હોવાથી માન.મુખ્યતમંત્રીના ડેશબોર્ડ મારફતે રીયલ ટાઇમ મોનિટરીંગ કરવામાં આવશે.
આરોગ્યપ વિભાગ દ્વારા ૧૦૮ની સેવા કાર્યરત છે. તે જ પ્રમાણે પશુઓની ત્વટરિત સારવાર અર્થે ૧૯૬૨ ઉપર ફ્રી નંબર ડાયલ કરવાથી આ મોબાઇલ વાનની સેવા વિના મુલ્યેા ગામમાં બેઠા-બેઠાં પશુસારવાર કરાવી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજનાના પહેલા તબક્કામાં માન.મુખ્યામંત્રીના વરદ હસ્તેે ૧૦૮ જેટલા મોબાઇલ વાનને લીલી ઝંડી આપી યોજનાની શરૂઆત સોમવારથી કરવામાં આવી છે. જેના બીજા તબક્કામાં વિવિધ જિલ્લાઓને કુલ-૪૬૦ મોબાઇલ વાન ફાળવવામાં આવનાર છે. જેનો લાભ રાજયના ૪૬૦૦ થી વધુ ગામોના પશુપાલકોને ઘર બેઠા સેવા મળી રહેશે.
આ અવસરે મદદનીશ પશુપાલન નિયામક ડૉ.એમ.સી.પટેલ, ૧૦૮ પ્રોગ્રામ મેનેજર દીનેશ ઉપાધ્યાાય, પશુચિકિત્સાા અધિકારી ડૉ.હીતેશ પટેલ, ૧૦૮ વલસાડ જિલ્લા સુપરવાઇઝર જયદેવ રતન તથા અન્ય કર્મચારી ગણ ઉપસ્થિયત રહયા હતા.

Right Click Disabled!