વલસાડ જિલ્લામાં કોવિડ-૧૯ અંતર્ગત જાહેરનામા ભંગ બદલ રૂા. ૪.૧૨ લાખ કરતાં વધુનો દંડ વસુલાયો

Spread the love

વલસાડ
વલસાડ કલેક્ટ/ર આર.આર.રાવલે કોરોના વાઇરસના ફેલાવાને જિલ્લામાં વધુ ફેલાતો અટકાવવા કેન્દ્રવ અને રાજ્યય સરકારની માગદર્શિકા અનુસાર વિવિધ અમલીકરણ અધિકારીઓને કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચના અનુસાર જિલ્લામાં વિવિધ સ્થયળોએ કડક ચેકિંગ કરવામાં આવી રહયું છે. જે અંતર્ગત જિલ્લામાં કોવિડ-૧૯ અંતર્ગત જાહેરનામા ભંગ બદલ વિવિધ વિસ્તાસરોમાં હાથ ધરાયેલા સઘન ચેકિંગ દરમિયાન માસ્ક. ન પહેરવા, જાહેરમાં થૂંકવા, સોશિયલ ડિસ્ટગન્સિંસગ ન જાળવવા, સેનેટાઇઝર ન રાખવા વગેરે બાબતો માટે ૨૦૫૨ કેસોમાં કુલ રૂા.૪,૧૨,૪૦૦/-ની રકમનો દંડ વસુલ કરાયો છે.

જેમાં નગરપાલિકાઓ દ્વારા ૧૦૪ કેસોમાં રૂા.૨૦,૮૦૦/-, જિલ્લા પંચાયત દ્વારા ૭૮ કેસોમાં રૂા.૧૫,૬૦૦/-, જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ૧૮૬૩ કેસોમાં રૂા. ૩,૭૨,૬૦૦/- અને આર.ટીઓ. વિભાગ દ્વારા ૦૭ કેસોમાં વસુલ કરાયેલા રૂા.૩,૪૦૦/-ના દંડનો સમાવેશ થાય છે.

Right Click Disabled!