વિજયનગરની પોળોમાં પ્રવાસીઓ ઉભરાતા સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા

Spread the love

સાબરકાંઠા જિલ્લામાં બેકાબૂ બનેલા કોરોનાના સંક્રમણમાં રવિવારે વિજયનગરની પોળો પ્રવાસીઓની ભીડ ઉમટતાં સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. પૌરાણિક મંદિરના ગેટ બંધ કરવામાં આવ્યા હતા છતાં રજા ના કારણે સવારથી દૂર દૂરથી પ્રવાસીઓ વાહનો સાથે ઉમટી પડ્યા હતા જેના કારણે રોડ ઉપર ટ્રાફિક જામના દ્ર્શ્યો સર્જાયા હતા. સરકાર એક તરફ સંક્રમણ રોકવા માટે ફરજિયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવા માટે નિયમો લાગુ કરી રહી છે ત્યાં પ્રવાસન સ્થળ ઉપર તમામ નિયમોનો ઉલાડિયો થયો હતો.

ચોમાસાની સીઝનમાં પોળો નું સોંદર્ય ખીલ્યું છે જેના કારણે હજારો પ્રવાસી પોળોની મુલાકાતે ઉમટી રહ્યા છે તે જોતાં તંત્ર દ્વારા સંક્રમણ રોકવાના નિયમો નું કડકાઈથી પાલન કરવામાં નઈ આવે તો પ્રકૃતિના સાનિધ્ય માં વસતા આદિવાસી વિસ્તારો ની પ્રજા કોરોના સંક્રમણ માં સપડાઈ જવાની દહેશત વ્યકત થઇ છે. રવિવારની રજાના કારણે પ્રવાસીઓની ભીડના કારણે ટ્રાફિક જામ થતાં સ્થાનિક પોલીસ દોડતી થઇ હતી.

અહેવાલ : દિનેશ નાયક (સરડોઈ)

Right Click Disabled!