વિદેશમાંથી આવેલા પ્રવાસીઓને નજીકના પોલીસ સ્ટેશન સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે

Spread the love
  • પ્રવાસીઓએ પોલીસ કંટ્રોલ રૂમ નંબર ૧૦૦ અથવા ૧૦૪ પર જાણ કરવી પડશે

હિંમતનગર,
સમગ્ર વિશ્વ કોરોના વાયરસના સંકટમાંથી પસાર થઇ રહ્યુ છે ત્યારે દેશ અને રાજ્યમાંતકેદારીના પગલા હાથ ધરાયા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણના અટકાવને લઈને અગમચેતીના ભાગરૂપે જનતાના આરોગ્યને ધ્યાને લઈ સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી સી.જે.પટેલ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે
જેમાં તા. ૧ માર્ચથી ૨૦ માર્ચ દરમિયાન વિદેશથી સાબરકાંઠા જિલ્લામાં પરત ફરેલા પ્રવાસીઓ અને તેમના સ્વજનોની તેમજ ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ પોલીસ સ્ટેશન કે કંટ્રોલરૂમ ૧૦૦ અથવા ૧૦૪ ટોલ ફ્રી નંબર પર જાણ કરવી. જિલ્લાના (૦૨૭૭૨) ૨૪૬૪૨૨ના કંટ્રોલ રૂમ પર સ્વંયભૂ જાણ કરવાની અંતિમ તક આપવામાં આવી રહી છે. જાણ નહી કરનાર પ્રવાસી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રવાસીઓએ બીજા લોકોના આરોગ્યની દરકાર રાખી ફરજીયાત ૧૪ દિવસ હોમ કોરોન્ટાઇન (ઘરે જ) રહેવા આદેશ કરવામાં આવ્યો છે. જો કોઇ પ્રવાસી આ આદેશનુ પાલન નહી કરે તો આઇ.પી.સી એપેડેમીક એક્ટ ૨૬૯, ૨૭૦ મુજબ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે

Right Click Disabled!