વિશ્વની સૌથી બ્યૂટિફૂલ રાણી, સુંદર દેખાવા માટે રોજ કરતી હતી…

વિશ્વની સૌથી બ્યૂટિફૂલ રાણી, સુંદર દેખાવા માટે રોજ કરતી હતી…
Spread the love

ઇતિહાસમાં એવી ઘણી રાણીઓ અને રાજકુમારીઓ વિશે વાંચવામાં આવ્યું છે, જેઓ પોતાની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતી. જો કે, તે પોતાની સુંદરતા જાળવવા માટે ઘણી વિચિત્ર વસ્તુનો ઉપયોગ કરે છે. તમને હંમેશા લોકોને પાણીથી, ગાય કે ભેંસના દુધથી સ્નાન કરતા જોયા અને સાંભળ્યા હશે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં એક રાણી એવી પણ હતી, જે ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી. આ માટે તે દરરોજ 700 ગધેડીઓનું દૂધ મંગાવતી હતી. આ રાણી તેની સુંદરતા માટે જ જાણીતી નથી પરંતુ તેનું જીવન એક રહસ્યમય પણ હતું.

ઇજિપ્તની રાજકુમારી ક્લિયોપેટ્રાને સુંદરતાની દેવી પણ કહેવામાં આવતી. ક્લિયોપેટ્રા તેની સુંદરતા માટે જ જાણીતી છે પરંતુ તેમનું જીવન પણ ખૂબ રહસ્યમય હતું. જે હજી પણ સંશોધકોને તેમની તરફ આકર્ષિત કરે છે. ક્લિયોપેટ્રા જેટલી સુંદર હતી, તેના કરતાં તે ઘણી હોંશિયાર અને કાવતરાખોર હતી. પિતાના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે ક્લિયોપેટ્રા અને તેના ભાઈ ટોલેમી ડાયોનિસસને સંયુક્ત રીતે રાજ્ય પ્રાપ્ત થયું. ભાઈને રાજ્ય પર ક્લિયોપેટ્રાની સત્તા સહન ન કરી અને બળવો કર્યો. ક્લિયોપેટ્રોને પોતાની સત્તાથી હાથ ધોવો પડ્યો અને સીરિયામાં શરણ લેવી પડી, પરંતુ આ રાજકુમારી હાર માની ન હતી. ક્લિયોપેટ્રાએ રોમના શાસક જુલિયસ સીઝરને પોતાના મોહમાં ફસાવીને ઇજિપ્ત પર આક્રમણ કર્યું. સીઝર ટોલેમીને મારી નાખે છે અને ક્લિયોપેટ્રાને ઇજિપ્તની રાજગાદી પર બેસાડે છે.

એવું કહેવામાં આવે છે કે ક્લિયોપેટ્રા એટલી સુંદર હતી કે તે પોતાની સુંદરતાની જાળમાં રાજાઓ અને સૈન્ય અધિકારીઓને ફસાવી લેતી હતી અને પોતાના બધા કામ એમની પાસેથી કાઢી લેતી હતી. એટલું જ નહીં તેને વિશ્વની 12થી વધારે ભાષાઓનું પણ સારું જ્ઞાન હતું. આ જ કારણથી તે જલદી બધા સાથે સરળતાથી જોડાઈ જતી હતી અને એમના બધા રહસ્યો જાણતી લેતી હતી. ક્લિયોપેટ્રા સુંદર દેખાવા માટે દરરોજ 700 ગધેડીના દૂધ મંગાવતી હતી અને એનાથી સ્નાન કરતી હતી, જે હંમેશા તેની ત્વચાને સુંદર રાખતી હતી. તાજેતરના સંશોધનમાં પણ આ વાત સાબિત થઈ છે.

તુર્કીમાં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, એક સંશોધન દરમિયાન જ્યારે ઉંદરોને ગાય અને ગધેડીનું દૂધ પીવડાવવામાં આવ્યું ત્યારે ગાયનું દૂધ પીતા ઉંદરો વધારે જાડા અને ચરબીવાળા દેખાતા હતા. એનાથી એ સાબિત કરે છે કે ગધેડીના દૂધમાં ગાયના દૂધ કરતા ઓછી ચરબી હોય છે, જે દરેક બાબતમાં ઉત્તમ છે. ક્લિયોપેટ્રાનું 39 વર્ષની વયે અવસાન થયું, પરંતુ તેણી કેવી રીતે મરી ગઈ તે આજ સુધી એક રહસ્ય છે. કેટલાક લોકોનું માનવું છે કે ક્લિયોપેટ્રાએ સાપનો ડંખ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે કેટલાક લોકો કહે છે કે ડ્રગ્સના સેવનથી તેનું મોત થયું છે. આ સિવાય કેટલાક લોકો એવું પણ માને છે કે તેને સાપે ડંખ માર્યો હતો એટલે એની મોત થઈ હતી.

queen.jpg

Right Click Disabled!