વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો મહા સઁકલ્પ…અગિયાર હજાર વૃક્ષોનું કરાશે વાવેતર અને જતન…

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાબરકાંઠા અરવવલી જિલ્લા ના મુખ્ય કાર્યકરો ની એક મીટીંગ વી.યુ.એફ..સાબરકાંઠા અરવવલીના ચેરમેન ઉર્વેશ ભાઈ પટેલની અધ્યક્ષતા માં મળી જેમો વડાલી ઇડર.પ્રતિજ.હિંમતનગર સહિત તમામ તાલુકાના જવાબદાર કન્વીનરો હાજર રહ્યા હતા ત્યારે ઉર્વેશ ભાઈ દ્વારા સઁકલ્પ લેવડાવ્યો કે અમો વર્ષ દરમ્યાન 110000 અગિયાર લાખ વક્ષો નું વાવેતર અને જતન કરીશું..જેનો પ્રારંભ સ્કૂલ ના મેદાન માં પાંચ વૃક્ષો વાવીને કરાયો હતો. જ્યારે મીટીંગ ની શુરુઆત માં સઁજય ભાઈ પટેલ..કે.સી.પટેલ.. ની સાથે અન્ય મહાનુભાવો એ આવનાર સમય માં બને જીલા માં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું સંગઠન ભક્તિ ની શક્તિ થી અને માં ઉમિયા ના આશીર્વાદ થી વધુ મજબૂત બને અને સામાજિક વિકાસ માં યુવાનો જોડાય તે વાત પર ખાસ ભાર મુક્યો.
સમગ્ર ગુજરાત અને દેશ વિદેશ માં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હાલ વિસ્તરી રહ્યું છે ત્યારે આપણા બને જિલ્લા આદર્શ પુરવાર થાય તે દિશા માં તમામ કાર્યકરો આવનાર સમય માં કામ કરશે એમ સાબરકાંઠા અરવવલી જિલ્લા ના ચેરમેન વી.યુ. એફ.ના ચેરમેન ઉર્વેશ ભાઈ પટેલે જણાવ્યું હતું.. આ ઉપરાંત જ્યારે પણ આપણા બંને જિલ્લા ના કાર્યકરો ને માર્ગદર્શન ની જરૂર હશે ત્યારે સંસ્થા ના ચેરમેન આર.પી. પટેલ સાહેબ અને સંગઠન ના મહારથી ડી.એન.ગોલ સાહેબ અને વિક્રમ ભાઈ પટેલ પણ આપણી સાથે જ છે. તે બને આગેવાનો આપણ ને જરૂર પડે થી માર્ગદશન આપશે.આમ વૃક્ષો ના વાવેતર નો સઁકલ્પ કરી ને માં ઉમિયા ની ભક્તિ માં યુવા શક્તિ જોડાવાનો આ પ્રયત્ન ખરેખર સરાહનીય છે..આજ ની આ મીટીંગ માં બને જિલ્લા ના મુખ્ય કન્વીનરો હાજર રહ્યા હતા સાથે સાથે તમામે સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કર્યું હતું..ઉમિયા માતાજી ના જયગોશ સાથે મીટીંગ પૂર્ણ કરાઇ હતી..
રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)
