વિશ્વ ઓઝોન દિવસ-2020 ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાશે

Spread the love

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીપ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરગાંધીનગર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિજ્ઞાન લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિજ્ઞાનના વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણી અંગે પણ જાગૃતતા કેળવાય તે હેતુથી વિવિધ પર્યાવરણીય દિવસોની ઉજવણી પણ કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ૧૬ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ઓઝોન પડ જાળવણી દિન તરીકે ઉજવાય છે. વર્ષ ૧૯૮૭ માં ૧૬ મી સપ્ટેમ્બરના રોજ યુ.એન ની સામાન્ય સભામાં ઓઝોન પળને હાની પહોચાડતા ઓડીએસ પદાર્થો વિષયક મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં સહમતી દર્શક હસ્તક્ષાર કર્યા હતા. આ  ઘટના ની સ્મૃતિ રૂપે  વર્ષ ૧૯૯૪ થી યુ.એન દ્વારા ૧૬ સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય ઓઝોન પડ જાળવણી દિન તરીકે ઉજવવાનું જાહેર કર્યું. દર વર્ષે આ દિવસની ઉજવણી જુદા જુદા વિષય વસ્તુને અનુલક્ષીને કરવામાં આવે છે. આ વર્ષનો વિષય “ઓઝોન પણ જીવનનું ઘટક છે “(Ozone for life) તેવો રાખવામાં આવેલ છે.

નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા આ દિવસની ઉજવણી ના ભાગ રૂપે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના બે વિષયો જેવા કે ઓઝોન પણ જીવનનું ઘટક છે (Ozone for life) અને ઓઝોન પડની સુરક્ષા ૩૫ વર્ષથી થઇ રહી છે (35 years of ozone layer protection) આ બંને વિષય માંથી ગમેતે એક વિષય પર ચિત્ર દોરી શકાશે. (કેટેગરી-૧, ધોરણ-૪ થી ૮) , (કેટેગરી-૨, ધોરણ-૯ થી ૧૨) રાખેલ છે. દોરેલ ચિત્ર તારીખ ૧૬-સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી WHATS APP NO-94266 35215 પર મોકલી શકાશે. સ્પર્ધકે ચિત્રોની સાથે પોતાનું  પૂરું નામ, શાળાનું નામ, ધોરણ, મોબાઈલ નંબર ફરજીયાત મોકલવાનું રહેશે. A4 કે A3  માપના પેપર પર ચિત્ર દોરી શકશો. મનગમતા કલરનો ઉપયોગ કરી શકાશે. વિજેતાની જાણકારી આપના મોબાઈલ નંબર પર WHATS APP દ્વારા જણાવવામાં આવશે.  ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ડીજીટલ પ્રમાણપત્ર તથા બંને કેટેગરીમાં બેસ્ટ ત્રણ ચિત્રોને  ૫૦૦/-, ૩૦૦/, ૨૦૦/-  રૂ! રોકડ ઇનામ આપવામાં આવશે.

Right Click Disabled!