વિસાવદર તાલુકાના ખેડૂતો રાજકિય કિન્નાખોરીનો ભોગ બનશે એવી સંભાવનાઓ

Spread the love

જુનાગઢ જિલ્લામાં સૌથી મોટા તાલુકા વિસાવદર તાલુકાના ખેડૂતોને યેનકેન પ્રકારે શામ, દામ અને દંડની ભેદભાવ વાળી કૂટનીતિ કરી અને પાકવિમાની બાબતે અને પાક નિષ્ફળ જવાના સર્વે બાબતે અન્ય તાલુકાની સાપેક્ષે વિસાવદર તાલુકાના ખેડૂતોને અન્યાય કરવામાં આવે તેવી સંભાવનાઓ છે સ્થાનિક ધારાસભ્ય હષૅદભાઈ રીબડીયા અને તાલુકા પંચાયત પ્રમુખ વિપુલ કાવાણી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરીયા તેમજ કેટલાક આગેવાનો સતત પોતાની ખેડૂત હિતાર્થે લડત ચલાવી રહયા જ છે અત્યારે પણ જો વિસાવદર તાલુકાના પાક નિષ્ફળતા અંગેના સર્વે કરાવવામાં આવે તો સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે હજુ પણ કેટલાય ખેતરો પાણીથી તરબોળ થયેલ છે.

કપાસમાં ઈયળો, મગફળીમાં મુંડા, અડદ અને અન્ય સોયાબીનમાં ફૂગ અને જીવાતે ખેતીને નેસ્તનાબુદ કરી દિધેલ છે ત્યારે તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે અેવી માંગણી ખેડૂત આલમમાં ઉઠી છે પણ આધારભૂત માહિતી પ્રમાણે જીલ્લાના અન્ય તાલુકાની સાપેક્ષે વિસાવદર તાલુકાના ખેડૂત પ્રત્યે રાગદ્રેશ રાખી અને સહાયમાં ભારે નિમ્ન કક્ષાની હલકી રાજનીતીનો ગંદો ખેલ કરવાનું પ્રયોજન કરવામાં આવી રહયુ હોય અેવું લાગે છે.

વિસાવદરના ખેડૂતો પ્રત્યે ઓરમાયુ વતૅન રાખી તાલુકાના ખેડૂતોની દયનીય હાલતને નજર અંદાજ કરવાનો કારસો ગોઠવવામાં આવી રહયો હોય તેવી ચર્ચા એક સ્થાનિક આગેવાન તરફથી જાણવા મળેલ છે અને જો આ બાબત સત્યપૂણૅ સાબિત થશે તો વિસાવદરના ખેડૂતો ભારે આક્રોશ સાથે પોતાનો આક્રમક મિજાજ દેખાડશે. જે વિસ્તારના લોકોએ કેશુભાઇ પટેલને ગાંધીનગરની મુખ્યમંત્રીની ગાદી પર બેસાડવા જીત અપાવી હતી તે જ વિસ્તારના ખેડૂતો આજે ગાંધીનગરની ગાદીને હચમચાવા સમથૅ છે તેવું એક સ્થાનિક ખેડુત નેતાએ જણાવ્યું હતું.

રિપોર્ટ : જીગ્નેશ મહેતા (વિસાવદર)

Right Click Disabled!