વિસાવદર, ભેંસાણ, માંગરોળમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા કલેકટર દ્રારા જાહેરનામું બહાર પડાયું

Spread the love

જૂનાગઢ : વિસાવદર, ભેંસાણ, માંગરોળ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્રારા કેટલોક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામા મુજબ વિસાવદર તાલુકાના હરિપુર ગામ ખાતે રામમંદીરવાળી ગલી (અ) વસંતભાઈ ભીખાભાઈ લાલકિયા તથા (૨) ધીરૂભાઈ ભીખાભાઈ લાલકિયા,કુલ મકાન-૨ વસ્તી-૧૪ જયારે ભેંસાણના ખજૂરી હડમતિયા ગામ ખાતે હિંમતભાઈ નાથાભાઈ ગોંડલિયાનું મકાન, ઉકાભાઈ ગોરધનભાઈ ઢોલરિયાનું મકાન, મેપાભાઈ નાગજીભાઈ ભુવાનું મકાન, વિનુભાઈ છગનભાઈ માથાસુરીયાનું મકાન કુલ-૪ મકાન, વસ્તી-૩૫, તેમજ માંગરોળ શહેરના નગરપાલિકા વોર્ડ નં.૨ માં સમાવિષ્ટ વોર્ડ નં.૨, રે.સ.નં. ૧૬૫૪ પૈકીમાં આવેલ મામલતદાર કચેરી માંગરોળને કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

જયારે હરિપુર ગામના ઉપરોકત કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાયના હરીપુર ગામના કુલ મકાન-૨૧૨ ની વસ્તી – ૧૦૭૭, ખજૂરી હડમતિયા ગામના ઉપરોકત કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાયના આ ગામના કુલ મકાન-૪૪૯ વસ્તી -૧૮૫૪ , માંગરોળ શહેરના નગરપાલિકા વોર્ડ નં.૨ માં આવેલ મામલતદાર ઓફિસની બાજુમાં આવેલ માંગરોળ પોલીસ સ્ટેશન,ફીશરીઝ કોલોની તથા આ કોલોનીની પૂર્વે – પશ્ચિમ દિશાએ આવેલ બે મકાનનો વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.આ જાહેરનામુ તા.૭ જૂલાઈ થી તા.૨૦ જુલાઈ સુઘી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!