વીજ વિતરણ કંપનીના કર્મચારીઓને આપત્તિ સમયે કામગીરી બદલ અભિનંદન પાઠવતા સૌરભભાઈ પટેલ

Spread the love

મહેસાણા,
ગુજરાત સરકાર ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હસ્તકની વીજ વિતરણ કંપનીઓમાં અગ્રેસર કામગીરી કરી રહેલ કમર્ચારીઓને અભિનંદન પાઠવતા જણાવે છે. કે ગુજરાતમાં આપત્તિના સમયે કંપનીના કર્મચારીઓએ પોતાની કાર્યદક્ષતાનો પરિચય આપી ગુજરાતના નાગરિકોની સુંદર સેવા કરેલ છે. તાજેતરમાં કોરોનાની મહામારીમાં વિના વિક્ષેપે વીજ વિતરણની વ્યવસ્થા જાળવીને તેમજ પોતાના સ્વાસ્થની કાળજી રાખીને સર્વોત્તમ સેવા થકી ગ્રાહકોને સંતોષ આપવાના ધ્યેય ચરિતાર્થ કરેલ છે.

ગુજરાત વિધતુ બોર્ડના પુનર્ગઠન બાદ ૨૦૦૫ થી વ્યવસાયિક ધોરણે અસ્તિત્વમાં આવેલ ઉત્તર ગુજરાત વીજ કંપનીના તમામ કર્મચારીઓ સાથે આપણું યુજીવીસીએલ ના માધ્યમ દ્વારા સંવાદ કરાયો. ૩૫ લાખ જેટલા ગ્રાહકો અને ૧૨ હજાર કરોડ રૂપિયાની રેવન્યુ ધરાવતી અને ૨૧ જેટલા રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડઝ ધ્વારા સન્માનિત ભારતની અગ્રગણ્ય વીજ કંપની તરીકે નું મહત્વનું સ્થાન ધરાવતા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ(યુજીવીસીએલ), ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હસ્તકની વીજ વિતરણ કંપનીઓમાં અગ્રેસર કામગીરી કરી રહી છે. કંપનીએ સરકારશ્રી ધ્વારા આપવામાં આવેલ લક્ષ્યાંકો છેલ્લા પંદર વર્ષથી સતત સિધ્ધિ કર્યા છે. તે માટે કંપનીના તમામ કર્મઠ કર્મચારીઓને બિરદાવતાની સાથે અભિનંદન પાઠવ્યા હતા

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા કેન્દ્રીય ઉર્જા મંત્રીશ્રી આર.કે.સિંઘ દ્વારા પણ કમર્ચારીઓની કામગીરીને બિરદાવી છે. સતત ૧૫ વર્ષથી કંપનીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી અંગે પ્રચાર,પ્રસાર નું મહત્વનું કાર્ય આપણું યુજીવીસીએલ ના માધ્યમ ધ્વારા કરવામાં આવી રહેલ છે. તે માટે સમગ્ર સંપાદકીય ટીમને અભિંનદન સાથે સહદયથી શુભેચ્છાઓ પાઠવતા કંપની દ્વારા કરવામાં આવેલ કામગીરી વધુ સારી રીતે પહોંચાડતા રહે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો

Right Click Disabled!