વીરપુર ગ્રામ પંચાયતે દુકાનોમાં ઠંડાપીણા,આઇસ્ક્રીમ,નોનવેજ પર પ્રતિબંધ મૂક્યો

Spread the love

મહીસાગર,
વિશ્વની સાથે સાથે હવે ભારતમાં પણ કોરોનાનો કહેર જાવા મળી રહ્યો છે. કોરોના વાયરસને કારણે સરકાર પણ સક્રિય થઈને પગલા લઈ રહી છે. ત્યારે લોકો પણ સાવચેતી રાખતા બહાર જાવનું ટાળી રહ્યા છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાની વીરપુર ગ્રામ પંચાયતે એક નોટીસ જાહેર કરી છે.

વીરપુર ગ્રામ પંચાયતે નોટીસ જાહેર કરીને તેની હદમાં આવેલ તમામ લારી ગલ્લા કે જે પોતાની દુકાનમાં ઠંડાપીણા આઈસ્ક્રીમ તેમજ નોનવેજની વસ્તુના વેચાણ પર તાત્કાલીક ધોરણે પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ જા કોઈપણ દુકાનદાર આ નોટિસનું પાલન નહીં કરે તો ગ્રામ પંચાયત તેને ૫૦૦ રૂપિયાનો દંડ કરશે.

નોંધનીય છે કે, આખી દુનિયા હાલ કોરોના વાયરસના ખતરા સામે ઝઝૂમી રહી છે. ભારતમાં પણ કોરોના વાયરસે પગ પેસારો કરી દીધો છે, પરિÂસ્થતિ દિવસે દિવસે વધુ વિકટ બની રહી છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશને આપેલ સંદેશમાં લોકોને ‘જનતા કર્ફ્યૂ’ કરવાની અપીલ કરી છે.

Right Click Disabled!