વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇ-પદવીદાન સમારોહ યોજાયો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇ-પદવીદાન સમારોહ યોજાયો
Spread the love

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના યોજાયેલા 51મો સ્પેશીયલ ઇ-પદવીદાન સમારોહના અતિથિ વિશેષ એવા રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ડિગ્રી મેળવી વાસ્તવિક જીવનમાં પ્રવેશી રહેલા વિદ્યાર્થીઓને `બ્રિજ એન્ડ વોલ આર મેડ વીથ અ સેમ મટીરીયલ, બટ બ્રિજ જોઇન્ટ્સ ધ પીપલ એન્ડ વોલ ડિવાઇડ ધ પીપલની શીખ આપતા કહ્યું હતું કે એકબીજા માટે જોઇન્ટ્સ બનજો નહીં કે ડિવાઇડ કોરોના મહામારી વચ્ચે આજે નર્મદ યુનિવર્સિટીનો 51મો સ્પેશીયલ ઇ-પદવીદાન સમારોહ ઇન્ચાર્જ કુલપિત ડો. હેમાલીબેન દેસાઇની અધ્યક્ષતામાં યોજાયો હતો.

જેમાં અતિથિ વિશેષ તરીકે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા અને ઇ-પદવીદાન સમારોહને વિદ્યાર્થી, સેનેટ-સિન્ડિકેટ મેમ્બર, જુદી-જુદી ફેકલ્ટીના ડીન, યુનિવર્સિટી સંલગ્ન કોલેજના આચાર્ય, અધ્યાપક અને સ્ટાફે ફેસબુક લાઇવ પર સમારોહમાં જોડાયા હતા. ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડો. અરવિંદ ધડુકે સ્વાગત પ્રવચન કર્યુ હતું અને અતિથિ વિશેષ તરીકે ઓનલાઇન જોડાયેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓની સાથે અધ્યાપકોને પણ શુભેચ્છા પાઠવી હતી. શિક્ષણમંત્રી ચુડાસમાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે જીવનમાં બધાને તક મળે છે અને ડિગ્રી મેળવનારે તકને ઝડપી વાસ્તવિક જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે.

જેથી કોઇ પણ સમસ્યાનો સફળતા પૂર્વક સામનો કરવા ટીપ્સ આપતા કહ્યું હતું કે બી રિલાયેબલ, બી રીસ્પોન્સીબલ, બી રીલીજીયસ, બી ઓનેસ્ટ તરીકે કામ કરવા કહ્યું હતું. આ ઉપરાંત `બ્રિજ એન્ડ વોલ આર મેડ વીથ અ સેમ મટીરીયલ, બટ બ્રિજ જોઇન્ટ્સ ધ પીપલ એન્ડ વોલ ડિવાઇડ ધ પીપલ` ની શીખ આપતા કહ્યું હતું કે બ્રિજ અને વોલ એક જ મટીરીયલથી બને છે. પરંતુ બ્રિજ જોડવાનું કામ કરે છે જયારે વોલ વિભાજન કરે છે. જેથી આપણે બ્રિજ બની જોડવાનું કામ કરવાનું છે. 14 ડિગ્રી એનાયત કરવામાં આવી યુનિવર્સિટીના ઇ-પદવીદાન સમારોહમાં 12 વિદ્યાશાખાની 85 પ્રકારની 3682 પદવી એનાયત કરવામાં આવી હતી જે પૈકી 14 વિદ્યાર્થીઓને એમ.ફીલ અને 47 વિદ્યાર્થીઓને પીએચ.ડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

પદવીદાન સમારોહનું ફેસબુક લાઇવ કરવામાં આવતા આ કાર્યક્રમ નિહાળનાર લોકોએ ડિગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. ઇ-પદવીદાન સમારોહ વચ્ચે વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષાના મેસેજ કર્યા ઇ-પદવીદાન સમારોહનું ફેસબુક પર લાઇવ કરવામાં આવ્યું હતું. ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને સોશિયલ મિડીયા યુઝરોએ શુભેચ્છા તો પાઠવી હતી. પરંતુ કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા કેમ યોજતા નથી, જીટીયુમાં લાખ્ખો વિદ્યાર્થીઓ હોવા છતા ઓનલાઇન પરીક્ષા યોજી શકાતી હોય તો નર્મદ યુનિવર્સિટીમાં કેમ નહીં? તેવા પ્રશ્નોનો મારો કર્યો હતો.

digri.jpg

Right Click Disabled!