વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નામથી બોગસ મેલ આઈડી બની

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નામથી બોગસ મેલ આઈડી બની
Spread the love
  • સુરત યુનિવર્સિટીમાં કુલપતિના બોગસ મેલ આઈડીથી મેસેજ કરવામાં આવતા ચકચાર

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નામથી લોકોને મેલ કરવામાં આવ્યા હતા ઇન્ચાર્જ વીસીના ધ્યાને આ વાત આવતા તાત્કાલિક વીસી સક્રિય થયા હતા અને તમામને સાચી માહિતી મળે તે માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ઇ- મેંલ બોગસ નહિ હતા પરંતુ આખી ઇમેઇલ આઇડી જ કુલપતિના નામે બોગસ બનાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને કુલપતિએ ગંભીરતાથી લઇને તાત્કાલીક સાચા મેઇલ આઇડિની નોટીસ જાહેર કરી હતી. ટુક સમયમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ પહેલી વાર નથી કે કુલપતિના નામે કોઇ અસામાજીક તત્વો દ્વારા બોગસ આઇડી બનાવીને અન્ય સ્ટાફ અને પ્રોફેસરોને મેસેજ કર્યા હોઇ માજી કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાના કાર્યકાળમાં પણ બે વખત બોગસ આઇડી બનાવી કોઇ તક સાધુએ પ્રોફેસરોને એમેંઝોન વાઉચર ડાઉનલોડ કરવાના મેઇલ સેન્ટ કર્યા હતા. પરંતુ ત્યારે તેને ગંભીરતાથી નહિ લઇને માત્ર સ્ટાફને જાણ કરવામાં આવી હતી.

પરંતુ જે બોગસ મેઇલ આઇડી પરથી સ્ટાફ અને પ્રોફેસરોને મેઇલ ગયા છે, તેને હાલના ઇન્ચાર્જ કુલપતિ ડો હેમાલી દેસાઇ દ્વારા ખુબજ ગંભીરતાથી લેવામાં આવી છે. આ વખતે જે બોગસ મેઇલ કરવામાં આવ્યા હાત તે [email protected] પર થી કરવામાં આવ્યા હતા. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

download.jpg

Right Click Disabled!