વૅક્સિન વિના પણ કોરોના પર કાબૂ મેળવી શકાય છે : WHO

વૅક્સિન વિના પણ કોરોના પર કાબૂ મેળવી શકાય છે : WHO
Spread the love

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે યુરોપ અને દુનિયાના અન્ય દેશ વૅક્સિન વિના પણ કોરોના પર કાબૂ મેળવી શકે છે. સ્થાનિક રીતે લૉકડાઉન કરીને એને કાબૂમાં લઈ શકાશે. હૂના યુરોપના નિર્દેશકે કહ્યું કે તેમને લાગતું નથી કે રાષ્ટ્રીય સ્તરે લૉકડાઉન સફળ રહે છે પણ સંક્રમણ ફેલાવવાનો ખતરો વધારે રહે છે ત્યાં એની જરૂર વધારે હોય છે

હૂના યુરોપના પ્રાદેશિક નિર્દેશક હૈન્સ ક્લૂગે કહ્યું કે જ્યારે મહામારી પર વિજય પામીશું ત્યારે જરૂરી નથી કે એ વૅક્સિનથી જ શક્ય છે એવું ત્યારે થશે જ્યારે આપણે મહામારીની સાથે રહેવાનું શીખીશું અને આપણે એવું કરી પણ શકીએ છીએ. આ સિવાય તેઓએ કહ્યું કે શું આવનારા મહિનામાં સંક્રમણની સેકન્ડ વૅવથી બચવા માટે ફરીથી મોટા પાયે લૉકડાઉન લગાવવું પડી શકે છે.

તેઓએ કહ્યું કે મને આશા છે કે એની જરૂર નહીં પડે, પણ સ્થાનિક સ્તરે લાગનારા લૉકડાઉનની શક્યતાની સંભાવનાને હટાવી શકાશે નહીં. ઇટલીના વૈજ્ઞાનિકોએ કહ્યું કે કોરોના સંક્રમિત દરદીને વાઇરસને દૂર કરવામાં એકથી દોઢ મહિનો લાગે છે. આ માટે પૉઝિટિવ આવ્યા બાદ એક મહિના બાદ જ ફરીથી ટેસ્ટ કરાવવી જોઈએ. તેઓએ કહ્યું કે પાંચ નેગેટિવ ટેસ્ટ રિઝલ્ટમાં એેક ખોટું થાય છે. ઇટલીના મોડેના ઍન્ડ રેજિયો એમિલિયા યુનિવર્સિટીના ડૉ. ફ્રાંસિસ્કો વેંતુરેલી અને તેમના સાથીઓએ ૧૧૬૨ દરદીઓ પર સર્વે કર્યો છે.

WHO03-09-2002_d.jpg

Right Click Disabled!