વેચાણ વેરા ભવન ખાતે ઈમેલ તથા ટેલીફોનિક રજુઆતો કરી શકશે

વેચાણ વેરા ભવન ખાતે ઈમેલ તથા ટેલીફોનિક રજુઆતો કરી શકશે
Spread the love

કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે રાજય સરકાર તથા રાજયવેરા ખાતાની વખતોવખતની ગાઈડલાઈન અનુસાર કોવિડ-૧૯ના અટકાયતીના ભાગરૂપે હાલ વેચાણવેરા ભવન સુરત ખાતે ગ્રાઉન્ડ ફલોર પર વેચાણવેરા ભવનમાં આવેલા તમામ કચેરીઓની ટપાલ સ્વીકારવાની કેન્દ્રીયકૃત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જયાં અરજદારો પાસેથી તેઓની ટપાલ કે દસ્તાવેજો સ્વીકારવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત વેચાણવેરા ભવન ખાતે આવેલી તમામ કચેરીઓના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓના ઈમેલ આાઈડી પર તથા કચેરીના નંબર પર રજુઆતો સાંભળવાની તથા સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી હાલ આકારણી રીફંડ વગેરેની ઓનલાઈન કરવામાં આવતી કામગીરીમાં રજુ કરવાના થતા પુરાવાઓ ઓનલાઈન તથા હાર્ડકોપીમાં સરળતાથી રજુ કરી શકાય છે. જેથી અત્યંત આવશ્યક ન હોય ત્યાં સુધી કચેરીની મુલાકાત વેપારીઓ, વકીલશ્રીઓ તથા CA ઓએ ટાળવી એમ, સુરતની સંયુકત રાજય વેરા કમિશનરની કચેરી વિભાગ-૮ના સહાયક રાજય વેરા કમિશનર દ્વારા જણાવાયું છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

GST-2.jpg

Right Click Disabled!