વેદાંત બૅંકો પાસેથી ૨.૫ અબજની શોર્ટ ટર્મ લોન લેશે

વેદાંત બૅંકો પાસેથી ૨.૫ અબજની શોર્ટ ટર્મ લોન લેશે
Spread the love

મુંબઈ: અનિલ અગ્રવાલની આગેવાની હેઠળની વેદાંત રિસોર્સિસ જેપી મોર્ગન અને બાર્ક્લેઝ જેવી વૈશ્ર્વિક બેન્કો પાસેથી ૨.૫ અબજ ડોલરની શોર્ટ ટર્મ લોન મેળવવા માટે સક્રિય બની છે. ભારતના શેરબજારમાંથી વેદાંત લિમિટેડેના ડિલિસ્ટિંગની યોજનાના ભાગરૂપે આ હિલચાલ કરવામાં આવી છે. વેદાંતના ડિલિસ્ટિંગ માટે વેદાંત રિસોર્સિસે પબ્લિક શેરહોલ્ડર્સ પાસેથી શેરની ખરીદી કરવી પડશે. આ ગતિવિધિથી માહિતગાર વિવિધ સ્રોતે જણાવ્યું હતું કે આ લોન ફેસિલિટીના અંડરરાઇટર તરીકે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક અને સિટી છે.

આ લોનની મુદત ત્રણ મહિના અને ૧૨ મહિના સુધી રહી શકે છે. વેદાંતના બોર્ડે ૧૮ મેએ ભારતમાં લિસ્ટિંગ ધરાવતી હોલ્ડિંગ કંપનીના ડિલિસ્ટિંગને મંજૂરી આપી છે. એસબીઆઇ કેપિટલના મૂલ્યાંકન અહેવાલની વિચારણા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો. વેદાંત રિસોર્સિસ ભારત ખાતેના એકમના પબ્લિક શેરહોલ્ડર્સ પાસેથી શેર ખરીદશે. આ મુદ્દે વેદાંત, બાર્ક્લેઝ અને જેપી મોર્ગને ઇટીના ઇ-મેઇલનો જવાબ આપ્યો ન હતો. સિટી અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે વિદેશી બેન્કો આપતી હોય છે તેવી આ શોર્ટ ટર્મ લોન છે. લોનની શરતોને કારણે બેન્કોને થોડી રાહત મળશે. બજારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર લંડન ઇન્ટર બેન્ક ઓફર્ડ રેટ (લાઇબોર) અને ફી ઉપરાંત આશરે ૨૫૦ બેસિસ પોઇન્ટ્સના તફાવતને આધારે લોનનો વ્યાજદર નક્કી કરવામાં આવશે. ઓક્ટોબર ૨૦૧૮માં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને ક્રેડિટ સુઇસે અનિલ અગ્રવાલના ફેમિલી ટ્રસ્ટ માટે ૧.૧ અબજ ડોલરના ફાઇનાન્સની વ્યવસ્થા કરી હતી. તે સમયે ફેમિલી ટ્રસ્ટે લંડન સ્ટોક એક્સ્ચેન્જમાંથી વેદાંત રિસોર્સિસના ડિલિસ્ટિંગ માટે નાણાંનો ઉપયોગ કર્યો હતો.

વેદાંત ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમે છેલ્લાં ૮થી ૧૦ વર્ષમાં કોર્પોરેટ માળખાને સરળ બનાવી રહ્યા છે. વેદાંત લિમિટેડની પ્રમોટર કંપની વેદાંત રિસોર્સિસ છે. એક સપ્તાહ પહેલાં લંડન સ્થિતિ હોલ્ડિંગ કંપનીએ જણાવ્યું હતું કે તે શેર દીઠ રૂ. ૮૭.૫૦ના ભાવે વેદાંતના શેર બાયબેક કરશે અને કંપનીને ડિલિસ્ટ કરાવશે.

unnamed.jpg

Right Click Disabled!