વેપારીને વરલીના કેસમાં ફીટ કરવાની ધમકી

Spread the love

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના વસરામ વેંજાણદભાઇ કારેણા ગામમાં ભગીરથ જનરલ સ્ટોર નામની દુકાન ધરાવે છે. વસરામભાઇ પોતાની દુકાને હતા દરમિયાન જામજોધપુરના મહિલા પીઆઇ પ્રજાપતિ તેમજ પીએસઆઇ ઝાલા અને કોન્ટેબલ અર્જુનસિંહ દુકાને આવ્યો હતો. વેપારી વસરામભાઇને તું વરલી મટકાનો ધંધો કરે છે તેમ કહી ટેબલ પર રહેલા ખોળ-કપાસિયા અનાજના હીસાબી બુક અને ટેબલના ખાનામાંથી રૂ.૩૦૪૦ કાઢી લીધા હતા. દરમિયાન પોલીસ સ્ટેશન લઈ જઈ વર્લી મટકા કેસમાં પુરી દેવાની ધમકી આપી પોલીસે રૂ.૯૦૦૦ની કટકી કરી હોવાની વેપારી દ્વારા ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી છે. જામજોપુર પોલીસ છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં આવતા લોકોને પોલીસ પર વિશ્વાસ રહ્યો નથી.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!