શામળાજી પોલીસે આઇસર ટ્રકના ગુપ્તખામા સંતાડેલ 3,82,500નો દારૂ પકડ્યો

શામળાજી પોલીસે આઇસર ટ્રકના ગુપ્તખામા સંતાડેલ 3,82,500નો દારૂ પકડ્યો
Spread the love

અણસોલ પોલીસ ચેકપોસ્ટ નેશનલ હાઇવે ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન અેક આઇસર ટ્રક નંબર HR-67-A-2098 ની અંદર ગુપ્તખાનુ બનાવી વિદેશી દારૂની પેટીઓ ભરી લઇ આવી પ્રોહિ મુદ્દામાલ કિ.રૂ. ૩,૮૨,૫૦૦ ની સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ. ૭,૮૮,૪૫૦ નો મોટી રકમનો ગણનાપાત્ર કેશ કરી ટ્રક ચાલક સહિત અન્‍ય અેક ઇસમને પકડી પાડવામા શામળાજી પોલીસ ને સફળતા મળી હતી.

ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા તથા અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત ની સુચના તથા મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ભરત બી બસીયાના માગૅદશૅન હેઠળ અરવલ્લી જીલ્લામા વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સુચના આપેલ જે સુચના અન્વયે શામળાજી પોલીસના આ.હે.કો. શંકરભાઈ ભીખાભાઈ સ્ટાફ સાથે અણસોલ ગામની સીમમાં વાહન ચેકીંગ દરમ્યાન આરોપી ચાલક રાજેશકુમાર સ/ઓફ રામેશ્વર શમાૅ (હરિયાણા) તથા આરોપી પ્રદિપ સ/ઓફ રણધિરસિહ ચમાર (હરિયાણા) પોતાના કબ્જાની આઇસર ટ્રક નંબર HR-67-A-2098 ની કિ.રૂ. ૪,૦૦,૦૦૦ ની અંદર ગુપ્તખાનુ બનાવી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ નંગ-૮૫ તથા બોટલો નંગ-૧૦૨૦ ની કિ.રૂ.૩,૮૨,૫૦૦ તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ. ૧૫૦૦ તથા રોકડ રકમ રૂ ૪૪૫૦ તથા અેક ડ્રાઇવીંગ લાયસન્સ,પાનકાડૅ,આરસીબુક, ટ્રકના કાગળો ગણી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૭,૮૮,૪૫૦ આરોપી ચાલક તથા અન્ય અેક ઇસમ પકડાઈ ગયેલ પોલીસ ની પ્રાથમીક તપાસ દરમ્યાન પ્રોહિ મુદ્દામાલનો જથ્થો વોન્ટેડ આરોપી બલરાજસીંગ જાટ (હરિયાણા) નહિ મળી આવેલ શામળાજી પોલીસ સ્ટેશને પ્રોહિ કલમ ૬૫(અે)(ઇ),૧૧૬બી, ૯૮(૨)૮૧ મુજબ ગુન્હો રજીસ્ટર કરી પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાયૅવાહી હાથ ધરવામાં આવેલ આમ શામળાજી પોલીસ ને ભારતીય બનાવટનો વિદેશી ઇગ્લીશદારૂનો જથ્થો પકડવામાં સફળતા મેળવી આગળની વધુ તપાસ શામળાજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અે.અેમ.દેસાઇ કરી રહ્યા છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા

IMG-20200914-WA0084-2.jpg IMG-20200914-WA0087-1.jpg IMG-20200914-WA0086-0.jpg

Right Click Disabled!