શાયમનગર નર્સરીમાં ગળે ફાસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર

શાયમનગર નર્સરીમાં ગળે ફાસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર
Spread the love

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના શાયમનગર પાસે હાઈવે રોડ ની બાજુમાં નર્સરીમાં ગળે ફાસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર ભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતુ અને વાયુવેગે વાત પ્રસરતા, ખેડબ્રહ્મા પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે પોહચી પી.એસ.આઇ વિશાલ પટેલ વધું તપાસ હાથ ધરી છે , તપાસ કરતા માલુમ પડેલ કે ગળે ફાસો ખાનાર હરીશ નારાયણદાસ જાની રહે ,ગોતા તાલુકો.ખેડબ્રહ્મા ઉમર આશરે ૬૦ વર્ષ છે, ગળે ફાંસો ખાઘેલી હાલતમાં મળતા મુતકના સગાસબંધી ને જાણ કરવામાં આવી હતી અને ઘટના સ્થળે સગા સબંઘીઓને પુછ પરછ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પોલીસ દ્વારા પંચનામું કરી મૃતદેહને પી.એમ અર્થે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ખેડબ્રહ્મા પોલીસ દ્વારા બનાવને લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે.

રિપોર્ટ : પરવેઝ મન્સૂરી

38-1.jpg 39-0.jpg

Right Click Disabled!