શિક્ષકો માટે ચાર વર્ષની બીએડ ડિગ્રી જરૂરી બનશે

શિક્ષકો માટે ચાર વર્ષની બીએડ ડિગ્રી જરૂરી બનશે
Spread the love

નવી દિલ્હી: શિક્ષકો માટે ૨૦૩૦ સુધીમાં ન્યુનતમ ડિગ્રી લાયકાત ચાર વર્ષનો ઇન્ટિગ્રેટેડ બીએડ કોર્સ હશે અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઇપી અનુસાર ગુણવત્તા વિનાની શિક્ષક તાલીમ સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલી નવી એનઇપીમાં શાળાના શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ બંને માટે ઘણા સુધારાઓની રૂપરેખા આપવામાં આવી છે. નીતિની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષકોને તાલીમ આપવાની માગ કેવી રીતે પૂરી કરવામાં આવશે તેની માર્ગરેખા પણ આપવામાં આવી છે. ૨૦૩૦ સુધીમાં શિક્ષક માટેની મિનિમમ ડિગ્રી લાયકાત ચાર વર્ષની ઇન્ટિગ્રેટેડ બીએડની ડિગ્રી રહેશે.

ઉતરતી કક્ષાની શિક્ષક તાલીમ સંસ્થા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. નેશનલ કાઉન્સિલ ફોેર ટિચર્સ દ્વારા ૨૦૨૨ સુધીમાં એનસીઇઆરટી, એસસીઇઆરટી, શિક્ષકો અને નિષ્ણાત સંસ્થાઓની સલાહ સાથે શિક્ષકો માટે એક સામાન્ય રાષ્ટ્રીય વ્યવસાયિક ધોરણ વિકસાવવામાં આવશે. પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં અથવા પ્રાદેશિક ભાષામાં શિક્ષણ, બૉર્ડ પરીક્ષાનું ભારણ ઓછું કરવું, કાયદા અને તબીબી કૉલેજો સિવાય ઉચ્ચ શિક્ષણ માટે એક જ નિયમનકાર અને યુનિવર્સિટીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધરખમ સુધારાઓનો એક ભાગ છે

class-exam_d.jpg

Right Click Disabled!