શિહોરી : ઉંબરી ગામની સીમમાંથી જુગાર રમતા 9 ઇસમો વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી

શિહોરી : ઉંબરી ગામની સીમમાંથી જુગાર રમતા 9 ઇસમો વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી
Spread the love

શ્રી પોલીસ મહાનિરિક્ષક શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા,પાલનપુર નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એચ.ચૌધરી સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.કે.એસ.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રોહી/જુગારની પ્રવૃતીઓ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના હોઇ જે અનુસંધાને એસ.વી.આહિર પો.સબ.ઇન્સ શિહોરી નાઓ તથા અ.હેડ.કોન્સ પ્રહલાદસિંહ જેમાજી બ.નં.૮૬૮ તથા UHC વદનાજી ભારાજી બ.નં ૧૫૬૯ તથા પો.કોન્સ આબાદખાન ઇનાયતખાન બ.નં.૧૪૩૮ તથા પો.કોન્સ ચરણકુમાર પ્રભાતભાઇ બ.નં ૫૩૯ તથા પો.કોન્સ અલ્પેશજી કરશનજી બ.નં.૨૦૨૪ તથા પો.કોન્સ દેવાજી મોઘાજી બ.નં.૧૮૮૦ તથા ડ્રા પો.કોન્‍સ. જીતેન્દ્રકુમાર ચંદુજી બ.નં.૩૮ નાઓ શિહોરી પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી/જુગાર લગત પેટ્રોલીગમાં હતા. દરમ્યાન ફરતા ફરતા ઉબરી ગામની સીમમાં આવતા એસ.વી.આહિર પો.સબ.ઇન્સ શિહોરી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઉબરી ગામની સીમમાં રબારીવાસ રોડ બાગની વાટશી નામથી ઓળખાતા ખેતરના માલીક મોતુભા બીદલસીહ વાઘેલા રહે.ઉબરી તા.કાંકરેજ વાળાના ખુલ્લામાં ખેતરમાં લાઇટના અજવાળે કેટલાક ઇસમો પોતાના અંગત સ્વાર્થ માટે ભેગા થઇ ગંજીપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે.

સદરે હકીકત આધારે જે હકીકત આધારે સદરે જગ્યાએ જુગારની પંચો સાથે રેઇડ કરતા કેટલાક ઇસમો ભેગા થઇ ગંજીપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમતા હોઇ જેઓ પોલીસેને જોઇ નાશવા જતા પોલીસના માણસોએ કોર્ડન કરી (૧) મોતુભા બીદલસીહ વાધેલા રહે.ઉબરી તા.કાંકરેજ (૨) કરણજી સમસેરજી ઠાકોર રહે.અરડુવાસ તા.કાંકરેજ (૩) અનજીભા કેશુજી વાધેલા રહે.ઉબરી તા.કાંકરેજ (૪) હેમંતસીંગ અનારજી વાધેલા રહે.ઉબરી તા.કાંકરેજ (૫) જયંતિભાઇ નેમાભાઇ રાવળ રહે.ઉબરી તા.કાંકરેજ (૬) દિનેશભા દેવુભા વાધેલા રહે.ઉબરી તા.કાંકરેજ (૭) સિવુભા રંગતસીગ વાધેલા રહે.ઉબરી તા.કાંકરેજ (૮) વસરામભાઇ રૂપસીભાઇ રાવળ રહે.ઉબરી તા.કાંકરેજ (૯) જવાનસંગ સોરાબજી ઠાકોર રહે.અરડુવાસ તા.કાંકરેજ વાળાઓ એમ તમામ ઇસમોને પકડી પાડેલ પકડાયેલ ઇસમોની અંગઝડતીમાંથી તેમજ દાવના પટ ઉપરથી ગંજી પાના નંગ-૫૨ તથા રોકડ રકમ રૂ.૨૪૬૪૦/- તથા મોબાઇલ નંગ-૦૯ જેની કિ.રૂ.૧૮૦૦૦/- એમ કુલ મુદ્દામાલ કિમત રૂપિયા ૪૨૬૪૦/- ના સાથે ગે.કા.રીતે જાહેરમાં ગંજી પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડતાં પકડાઇ ગયેલ હોઇ તો તમામ ઇસમો વિરૂધ્‍ધ શિહોરી પો.સ્‍ટે જુગાર ધારા કલમ ૧૨ મુજબની કાયદેસરની કાર્યવાહી કરેલ છે….

રિપોર્ટર : મહેશ ડાભાણી / બનાસકાંઠા

IMG-20200804-WA0018.jpg

Right Click Disabled!