શ્રી એમ. એન. પટેલ પ્રા.શાળામાં સમાજ સેવક ખોડાભાઈ પટેલે શિક્ષિકા બહેનોનું સન્માન કર્યું

શ્રી એમ. એન. પટેલ પ્રા.શાળામાં સમાજ સેવક ખોડાભાઈ પટેલે શિક્ષિકા બહેનોનું સન્માન કર્યું
Spread the love

5 મી સપ્ટેમ્બર એટલે ‘શિક્ષક દિવસ’. ડૉ.રાધા કૃષ્ણન સર્વ પલ્લી ના જન્મ દિવસે ઉજવાતો આ દિવસ એટલે શિક્ષકે કરેલ શિક્ષણ અને સમાજસેવા તથા અન્ય સેવાઓને બિરદાવવાનો મહામૂલો દિવસ.માનવ સમાજમાં શિક્ષકોનું ખૂબ મોટું યોગદાન રહેલું છે.ભણતર,ગણતર,ચણતર અને કેળવણી વગેરે અમૂલ્ય ભાથું કર્મશીલ શિક્ષક જ આપી શકે. સમાજમાં નારી શક્તિનું પણ ખૂબ મહત્વનું યોગદાન રહેલું છે.સમગ્ર પરિવારનું ઘડતર એક ચારિત્ર્યવાન અને રાષ્ટ્ર ભક્ત સ્ત્રી જ કરી શકે.

એક માતા સો શિક્ષકોની ગરજ સારે,અને એમાંય નિષ્ઠાવાન સ્ત્રીઓ શિક્ષિકા બને એટલે સોનામાં સુગંધ ભળે તેમ માનવ સમાજને ધણું બધું આપે છે.શાળાઓમાં આવતા બાળકોને માતૃભાવથી પ્રેમ,હૂંફ,લાગણી,સંસ્કાર અને શિક્ષણ તથા કેળવણી એક શિક્ષિકા બહેનથી વધારે કોણ આપી શકે ? સ્ત્રી શક્તિને સાચા અર્થમાં સન્માનવાની શ્રેષ્ઠ ભાવના થકી શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય અને સમાજ સેવક ખોડાભાઈ એ પોતાના સહાધ્યાયી શિક્ષિકા બહેનોનું શિક્ષક દિવસે સન્માન કરી સમાજ તથા શિક્ષણ જગતને નવો રાહ ચિંધ્યો છે.

IMG-20200906-WA0001.jpg

Right Click Disabled!