શ્રી ભુરખિયા હનુમાનજીના દર્શને પધારેલ રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની સાકરતુલા

શ્રી ભુરખિયા હનુમાનજીના દર્શને પધારેલ રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની સાકરતુલા
Spread the love

સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે મંત્રી બાવળિયાની સાકરતુલા કરાય ભુરખિયાના અગ્રણી જોરુભાઈ ગોહિલ સરપંચ અને ટ્રસ્ટી મંડળ દ્વારા મંત્રી બાવળિયા ને રજુઆત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રવાસન અંતર્ગત સમાવિષ્ટ ભુરખિયા ગામ ને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો અને એસ ટી પરિવહન આપવા માંગ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજીના દર્શને આવેલ પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાની સાકરતુલામાં અમરેલી જિલ્લા ભાજપ મયુરભાઈ હિરપરા સહિતના સ્થાનિક અગ્રણી ઓ લાઠી તાલુકાનાના સંગઠન મંડલના પદા અધિકારીઓની ઉપસ્થિતિમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી ના દર્શને પધારેલ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા નું ઉષ્માભર્યું સ્વાગત અને સાકરતુલા કરાય હતી.

કોવિડ ૧૯ ની મહામારી ને ધ્યાને રાખી સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ મંડલના હોદેદારોની મર્યાદિત સંખ્યાની હાજરીમાં સાકરતુલા કરાય હતી અને શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર પરિસરમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાને મંદિર ટ્રસ્ટની ઓફિસમાં ટ્રસ્ટ દ્વારા થતી સેવા પ્રવૃત્તિ ઓ આરોગ્ય શિક્ષણ અન્ન ક્ષેત્ર હુન્નર કૌશલ્ય સમૂહ લગ્નોત્સવ જેવી અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી અવગત કરાયા હતા. ભુરખીયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી જોરૂભાઈ ગોહિલ અને અગ્રણી જનકભાઈ સરધારા મંદિર ટ્રસ્ટ દેવજીભાઈ સિંધવ અને ગોપાલભાઈ ચુડાસમા સહિત પૂજારી અને ટ્રસ્ટી ઓફિસ સ્ટાફ દ્વારા શ્રી ભુરખિયા હનુમાનજી દાદા નું સ્મૃતિ ચિન્હ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા ને યાત્રાધામ વિકાસ બોર્ડ માં સમાવિષ્ટ ભુરખિયા ગામ ને પૂરતા પ્રમાણ માં એસ ટી પરિવહન માટે લાંબા રૂટ ની એસ ટી બસ અને પાણી પુરવઠો મળે તે માટે સરપંચ અને મંદિર ટ્રસ્ટી પૂજારી પરિવારો દ્વારા પાણી પુરવઠા વિભાગની દામનગર થી ભુરખિયા આવતી વર્ષો જુની પાઈપ લાઈન અનેકો જગ્યાએ જીર્ણ અને વારવાર તૂટતી હોવાથી પુરતા પ્રમાણ માં પાણી પુરવઠો ન મળતો હોવા થી નવી પાઇપ લાઈન નાંખવા રજુઆત કરી હતી યોગ્ય કરવા માંગ કરી હતી.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20200829-WA0009.jpg

Right Click Disabled!