સંજેલીના ઝાલોદ રોડ ખાતે પીવાના પાણીના વાલ્વ લિકેજના કારણે પાણી વહેતા થયા

Spread the love
  • આકરા ઉનાળામાં પ્રજા પાણી માટે વલખા મારી રહી છે ત્યારે પીવાના પાણીના વાલ્વના ભંગાણના લીધે વેડફાતું પાણી
  • પાણી રોડ પર પસરતા વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે જહેમત ઉઠાવવાનો વારો પડ્યો

ઉનાળાના સમયમાં પાણીની સમસ્યા પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હોય છે જેના કારણે પ્રજાએ પીવાના પાણી ભરવા માટે એકાદ કિલોમીટરનું અંતર કાપી પાણી ભરતા હોય છે ત્યારે સંજેલી ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી છે છેલ્લા ત્રણ દિવસથી ઝાલોદ રોડ ખાતે આવેલ પીવાના  પાણીના નળ કનેક્શનના વાલ્વમાં લીકેજ હોવાના કારણે પાણી વ્યર્થ થઈ રહ્યું છે જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

પંચાયત દ્વારા લીકેજ વાલ્વનું નિરાકરણ લાવી સમસ્યાનું સમાધાન કરવામાં આવે તેવી પ્રજાની માંગ છે. ઝાલોદ રોડ ખાતે આવેલ વાલ્વ લિકેજના કારણે પીવાનું પાણી વેડફાય રહ્યું છે ત્યારે લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે કે મિનિટના સમય પૂર્ણ થતાં પાણી આપવાનું બંધ કરી દેવામાં તેનાથી વધુ મિનિટ પાણી આપવાનું ભૂલતા નથી ત્યારે  ત્યારે પાણીનો વ્યર્થ થઈ રહ્યો છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા આંખ આડા કાન કેમ કરવામાં આવી રહ્યા છે.

તસ્વીર : ફરહાન પટેલ (સંજેલી)

Right Click Disabled!