સંતરામપુરના કન્ટેન્ટમેન્ટ એરિયામાં હોમિયોપેથીક આર્સેનિક આલ્બમનો ડોઝ અપાયો

સંતરામપુરના કન્ટેન્ટમેન્ટ એરિયામાં હોમિયોપેથીક આર્સેનિક આલ્બમનો ડોઝ અપાયો
Spread the love
  • આ ઉપરાંત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળા પીવડાવવામાં આવ્યા
  • જિલ્લાનું આરોગ્યતંત્ર જિલ્લાવાસીઓ માં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા સતત કાર્યશીલ

લુણાવાડા,
કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં ગ્રામજનો કોરોનાવાયરસના સંક્રમણથી સુરક્ષિત રહે તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની સીધી દેખરેખ હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો પ્રમાણે આયુર્વેદિક ઉકાળાનું, હોમિયોપેથીક આરસેનીક આલ્બ્મની ગોળીઓ, સમસમવટીનું વિતરણ સતત જિલ્લાના તમામ તાલુકાઓના ગામે-ગામ આરોગ્ય તંત્રના કર્મઠ કર્મયોગી સહિત શિક્ષકો, સરપંચો અને ગ્રામજનોના સહયોગથી સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને કામગીરી કરીને જિલ્લાવાસીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

તદ્દનુસાર ગઈ કાલે એટલે કે, તારીખ ૧૫મી ના રાત્રિ દરમિયાન સંતરામપુરના કન્ટેન્ટ એરીયા શિકારી ફળિયામાં તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં આરોગ્યની ૧૫ ટીમ દ્વારા ૨૦૦ ઘરોમાં પ્રતિકારક શક્તિ વધારવા માટે આર્સેનિક આલ્બમનો સિંગલ ડોઝ ગળાવવામાં આવ્યો હતો. જેને સર્વે નાગરિકોએ સહકાર આપી આરોગ્ય વિભાગના આ નવતર પ્રયોગને આવકાર્યો હતો.

આ ઉપરાંત સંતરામપુર તાલુકાના અડોર પાદેડી, બેણદા ગામમાં ૧૯૬૮ અને નરસિંગપુર ગામમાં-૨૦૮૦ મળી કુલ ૪૦૪૮ ગ્રામજનોને ઉકાળા પીવડાવવામાં આવ્યા હતા.

આમ, જિલ્લાનાં આરોગ્ય તંત્ર જિલ્લાના પ્રજાજનોમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને કોરોના સંક્રમણથી સુરક્ષિત રહે તે માટે સતત કાર્યશીલ રહીને પોતાની ફરજ અદા કરીને સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બની રહ્યા છે.

Right Click Disabled!