સત્તા લાલચ માટે એક પરિવારે દેશને બનાવી જેલ : અમિત શાહ

સત્તા લાલચ માટે એક પરિવારે દેશને બનાવી જેલ : અમિત શાહ
Spread the love

વર્ષ 1975માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ લોકશાહીને કલંક લાગે તેવી કટોકટી લગાવી હતી. આજે આ કટોકટીને 45 વર્ષ પૂર્ણ થયા છે. ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં 25 જૂન 1975ને કોઈ ભૂલી શકે તેમ નથી. કારણકે તે સમયે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કહેવા પર રાષ્ટ્રપતિ ફરખુદ્દીન અલી અહમદે કટોકટીની જાહેર કરી હતી. આજે આ વાતને 45 વર્ષ થયા પરંતુ આજે પણ ભાજપ આ મુદ્દે હંમેશા કોંગ્રેસ પર નિશાન સાંધતી હોય છે.અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, એક પરિવારે સત્તાની લાલચ માટે દેશમાં કટોકટી લાગુ કરી અને દેશને જેલ બનાવી દેવામાં આવ્યો. પ્રેસ, કોર્ટ, ભાષણ પર સરકાર દ્વારા રોક લગાવી દેવામાં આવી. દેશમાં ગરીબ અને દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યા. દેશના હિત કરતા એક પરિવારના હિત સર્વોપરી હતા જેથી દેશમાં કટોકટી લગાવી દેવામાં આવી હતી.

આવી દુઃખદ પરિસ્થિતિ આજે પણ કોંગ્રેસમાં જોવા મળી રહી છે.ભાજપે શેર કર્યો વિડીયોભાજપ તરફથી આજે એક વીડિયો શેયર કરવામાં આવ્યો. જેનું શિર્ષક ’25 જૂન 1975ની કટોકટી લોકતંત્રનો કાળો અધ્યાય’ રાખવમાં આવ્યું. સાથેજ ભાજપે ટ્વીટ કરીને એવું પણ કહ્યું કે કોંગ્રેસની કાળી કરતૂત અને ભારતીય લોકતંત્રનો સૌથી દુખદ અધ્યાય 25 જૂન 1975 છે. અને તેના વિરોધમાં રહેલા દરેક શબ્દને ર્હદયથી વંદન છે.જે પી નડ્ડાએ પણ કર્યું હતું ટ્વીટ તો ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કહ્યું કે તેઓ તમામ મહાનુંભાવોને નમન કરે છે કે જેમણે કટોકટીમાં અન્યાય સહન કર્યો અને તેનો વિરોધ કર્યો હતો. મહત્વનું છે કે 25 જૂન 1975ના રોજ કટોકટી લાગૂ થઈ હતી. અને 21 માર્ચ 1977ના રોજ પૂર્ણ થઈ હતી. અને આ સમયગાળા દરમિયાન ચૂટણીને સ્થગીત કરવામાં આવી હતી. સાથેજ ઈન્દિરા ગાંધીના રાજનૈતિક વિરોધીઓને પણ કેદ કરી લેવામાં આવ્યા હતા.

AMIT-SHAH.jpg

Right Click Disabled!