‘સરકારના ત્રાસથી આ ગાડીએ આત્મહત્યા કરેલ છે’

‘સરકારના ત્રાસથી આ ગાડીએ આત્મહત્યા કરેલ છે’
Spread the love

જામનગર,
ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા મોટર વ્હીકલ એક્ટની જાગવાઈઓ મુજબ લોકોને લાખો રૂપિયાનો દંડ ભરવો પડી રહ્યો છે. રાજ્યમાં આ કાયદાનો ૫૦ સુધારા સાથે ૧૬મી સપ્ટેમ્બરથી અમલ થશે ત્યારે આ કાયદાના વિરોધમાં જામનગરના સામાજિક કાર્યકરે અનોખો કાર્યક્રમ કર્યો હતો. સામાજિક કાર્યકર નિમેષ સિમરીયાએ બાઇકને સફેદ કપડું ઓઢાડી ફૂલહાર કરી અને પાટિયું માર્યુ હતું કે હિટલરશાહી સરકારના ત્રાસથી આ બાઇકે આત્મહત્યા કરી છે.
સિમરીયાએ ‘બાઇકની આત્મહત્યા’ સાથે વિરોધ કરી અને રૂ.૧૦૦માં લાયસન્સ, ૨૦૦માં હેલમેટ, ૨૦૦ રૂ.વીમો મળે તેવી માંગણી કરી હતી. સિમરીયાએ ગળામાં પાટિયું લટકાવી વિરોધ કર્યો હતો. આ પાટિયામાં લખેલું હતું કે ‘મેમો ભરવાના પૈસા નથી મદદ કરવા વિનંતી’

સિમરીયાએ કÌšં કે આજે સરકારના હિટલરશાહી કાયદા અને ત્રાસથી કંટાળી એક ગાડીએ જામનગરમાં ‘આત્મહત્યા’ કરી છે. સરકાર જા પ્રજાનું હિત ઇચ્છતી હોય તો આટલો વધારે દંડ ન હોવો જાઈએ. વધુમાં શહેરમાં હેલમેટની આવશ્યકતા નથી.’ મેમોનો દંડ ભરવા માટેની રકમ ન હોવાથી તેમણે રાહદારીઓ પાસેથી ફાળો ઉઘરાવી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.

Right Click Disabled!