સરકારનો યુ-ટર્ન, રણોત્સવની તારીખ જાહેર કરવામાં આવી નથી

ભુજ : કોરોનાની મહામારી વચ્ચે એક તરફ શ્રાવણ મહિનાના તહેવારો, ગણેશ મહોત્સવ સહિતના હિન્દુ અને મુસ્લિમ સમાજના તમામ જાહેર તહેવારોની ઉજવણી પર પાબંધી મુકવામાં આવી હતી. નવરાત્રિના મોટા અને જાહેર આયોજનો થાય તેવી શક્યતા પણ નાથી. આ સિૃથતિ વચ્ચે ખાનગી કંપનીઓના લાભાર્થે કચ્છનો પ્રખ્યાત રણોત્સવ યોજવાની જાહેરાત થતા જ ભારે વિવાદ સર્જાયો હતો. પરિણામે સરકારે યુ-ટર્ન લીધો હોય તેમ આજે રાજ્યકક્ષાના પ્રવાસનમંત્રીએ ચોખવટ કરતા જણાવ્યું છે કે, સરકારે રણોત્સવની કોઈ તારીખ જાહેર કરી જ નાથી
કચ્છના પ્રખ્યાત રણોત્સવ માટે આયોજન કરતી કંપનીઓ દ્વારા આગામી તા.૧ર નવેમ્બરાથી રણોત્સવનો પ્રારંભ થશે અને તેના માટે ટુંક સમયમાં ઓનલાઈન બુકીંગ શરૃ થશે તેવી જાહેરાતો શરૃ કરી દીધી હતી. રણોત્સવના આયોજનની જાહેરાત થતા જ ભારે વિવાદ પેદા થયો હતો. ધાર્મિક આયોજનો સરકાર થવા દેતી નાથી અને ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે દેશ-વિદેશના લોકોને અહી લાવીને કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય તેવા પ્રયાસોને લઈને લોકોમાં રોષ પ્રસરી ગયો હતો.
દરમિયાનમાં રાજ્યના પ્રવાસન મંત્રીએ સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. તેમણે જણાવ્યું હતું કે, રણોત્સવ અને પ્રવાસનના કારણે કચ્છમાં અનેક લોકોને રોજગારી મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડ-લાઈન મુજબ રણોત્સવ નજીકની હોટલો અને રેસ્ટોરન્ટ ચાલું થઈ શકે છે. પરંતુ ૧ર નવેમ્બરાથી રણોત્સવ શરૃ થશે તેવો કોઈ નિર્ણય સરકારે કર્યો નાથી. જે તે સમયે રણમાં પાણી છે કે કેમ? તેના આાધારે મુખ્યમંત્રી દ્વારા રણોત્સવના આયોજન અંગેનો નિર્ણય લેવામાં આવશે.
