સરકારી વિજ્ઞાન કૉલેજ થરાદમાં ગૂગલમીટ પર શિક્ષકદિનની ઉજવણી

સરકારી વિજ્ઞાન કૉલેજ થરાદમાં ગૂગલમીટ પર શિક્ષકદિનની ઉજવણી
Spread the love
  • 12 વિધ્યાર્થીઓએ શિક્ષક બની ઑનલાઇન શિક્ષણ કાર્ય કરાવ્યું

સરકારી વિજ્ઞાન કૉલેજ થરાદ ખાતે પ્રિન્સિપાલ ડૉ. જગદીશ એચ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી સલાહકાર સમિતિના ઉપક્રમે વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ સેમ ૩ અને સેમ ૫ ના વર્ગોમાં ગૂગલ મીટ એપ્લિકેશનથી શિક્ષણ કાર્ય કરાવ્યુ હતું. કોરોના મહામારીમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શક્ય નથી અને સરકારની માર્ગદર્શિકા મુજબ સમગ્ર રાજ્યની તમામ કોલેજોમાં વર્ક ફ્રૉમ હોમથી ભણાવાઈ રહ્યુ છે ત્યારે થરાદની વિજ્ઞાન કૉલેજમાં પણ અધ્યાપકોના સહયોગથી કુલ 12 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં અધ્યાપકની ભૂમિકા નિભાવી 7મી સપ્ટેમ્બરે એક દિવસ માટે શિક્ષક બની શિક્ષકદિનની ભવ્ય ઉજવણી કરી હતી.

જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્રના ૩૦ મિનિટના કુલ 12 વર્ગો ઓનલાઇન લેવામાં આવ્યા હતા, આ પ્રસંગે ડૉ. રાધાકૃષ્ણનના શૈક્ષણિક વિચારોનો વિધ્યાર્થીઓમાં આવિર્ભાવ થાય તે બાબતે અધ્યાપકો દ્વારા।સમજણ આપવામાં આવી હતી. વિદ્યાર્થી સલાહકાર સમિતિના સંયોજક પ્રો અશોક દરજી, સહ સંયોજક પ્રો નિહાર નિમ્બાર્ક, ડૉ હર્ષદ લકૂમ અને પ્રો રૂદ્ર દવેએ જરૂરી સૂચનો કરી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રિન્સિપાલ ડૉ. જગદીશભાઈ પ્રજાપતિએ ભાગ લેનાર સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

IMG-20200913-WA0000-1.jpg IMG-20200913-WA0001-0.jpg

Right Click Disabled!