સરકારી વિજ્ઞાન કોલેજ થરાદમાં કાયમી પ્રિન્સિપાલની નિમણૂંક થતાં ઉષ્માભર્યુ સ્વાગત

સરકારી વિજ્ઞાન કોલેજ થરાદમાં કાયમી પ્રિન્સિપાલની નિમણૂંક થતાં ઉષ્માભર્યુ સ્વાગત
Spread the love

સરકારી વિજ્ઞાન કોલેજ થરાદ ખાતે સાયન્સ કોલેજ મોડાસાના એસોસીએટ પ્રોફેસર ડૉકટર જગદીશભાઈ એચ. પ્રજાપતિની આચાર્ય( વર્ગ- 1) તરીકે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા નિમણૂંક થતાં તેઓનું કાર્યકારી પ્રિન્સીપાલ પ્રોફેસર આર.કે. ચોવટીયા અને કોલેજના તમામ સ્ટાફ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, તમામ સ્ટાફમિત્રોની ઉપસ્થિતિમાં તેઓએ વિજ્ઞાન કોલેજ થરાદમાં પ્રિન્સિપાલ તરીકે કાર્યભાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે કાર્યકારી પ્રિન્સીપાલ પ્રોફેસર રમેશકુમાર ચોવટીયા અને કોલેજના શૈક્ષણિક અને વહીવટી પરીવારજનો દ્વારા ગાંધી રેેન્ટીયો, પુષ્પગુચ્છ અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાથી સન્માનિત કર્યા હતા, આ પ્રસંગે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર હિંમતભાઈ સેંજલીયાની સવિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

પદગ્રહણ બાદ પ્રિન્સીપાલ જગદીશભાઈ પ્રજાપતિએ કોલેજના સર્વાંગી વિકાસ માટે સૌના સાથ સહકારથી તમામ પ્રયત્નો સાકાર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો, સાથે સાથે ઑનલાઇનથી શૈક્ષણિક કાર્ય વેગવંતુ બનાવી વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને પ્રેરણા આપવા તત્પર રહેવા જણાવ્યું હતુ. આ પ્રસંગે શૈક્ષિક સંઘ બનાસકાંઠાની ટીમે સાલ, શ્રીફ્ળથી ઉષ્માભર્યુ સન્માન કર્યુ હતું, તેમજ સત્કાર સમારોહ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રોફેસર આનંદકુમાર શર્માએ વૈદિક મંત્રોથી પ્રાર્થના કરી હતી, તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર રુદ્રભાઈ દવેએ કરી નવનિયુક્ત પ્રિન્સિપાલ ડૉકટર જગદીશભાઈ પ્રજાપતિનું માનભેર સ્વાગત સાથે સત્કાર કરાયો હતો.

કોલેજના નવનિયુક્ત પ્રિન્સિપાલે સાંસદ સાથે કરી શુભેચ્છા મુલાકાત
સરકારી વિજ્ઞાન કોલેજ થરાદ ખાતે કાયમી ધોરણે પ્રિન્સિપાલ તરીકે ડૉ. જગદીશભાઈ પ્રજાપતિની નિમણૂંક થયા બાદ કોલેજ ખાતે માનભેર સ્વાગત કરાયા બાદ નવનિયુક્ત પ્રિન્સિપાલે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી થરાદની વિજ્ઞાન કોલેજના કાર્યને વેગવંતુ બનાવી સર્વાંગી વિકાસ કરવાની પ્રતિબદ્ધતા દાખવી હતી.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

IMG-20200801-WA0054-1.jpg IMG-20200801-WA0056-0.jpg

Right Click Disabled!