સરકાર વીજ બિલમાં રાહતના બદલે 256 કરોડ ખંખેરી લેશે

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઈરસની મહામારીને પગલે ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે અનેક લોકોની નિયમિત કમાણી પણ ઘટી ગઇ છે ત્યારે ગુજરાત સરકારે અસરગ્રસ્ત લોકોને વીજ બિલમાં વધુ રાહત આપવાને બદલે સરકારી કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. દ્વ્રારા લોકો પાસેથી ફ્યુઅલ ચાર્જ વધારાના નામે રૂ. ૨૫૬ કરોડ વૂસલવાનું નક્કી કર્યું છે. ગુજરાતના ૧.૩૦ કરોડ વીજગ્રાહકોના માથે વીજળીના ફ્યુઅલ ચાર્જમાં ૧૨ પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે જેનાથી આગામી ત્રણ મહિનામાં ગ્રાહકો પાસેથી રૂ.૨૫૬ કરોડ ખંખેરી લેવામાં આવશે. આમ એક બાજુ વીજ ગ્રાહકોને માફી આપવાના બહાને બીજા ત્રણ મહિના સુધી વધારો કરી દીધો છે. સરકારી વીજ કંપની જીયુવીએનએલ દ્વારા એપ્રિલ, મે અને જૂન માસમાં ફ્યુઅલ સરચાર્જ યુનિટ દીઠ રૂ.૧.૭૦ પૈસા હતો તેને વધારીને હવે રૂ.૨.૦૨ પૈસા કરશે. આ ૧૨ પૈસા વધવાના કારણે ત્રણ મહિનામાં રૂ. ૨૫૬ કરોડ વીજ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે. આમ ફ્યુઅલ સરચાર્જના નામે રાજ્યના ૧.૩૦ કરોડ વીજ ગ્રાહકો પર યુનિટ દીઠ ૧૨ પૈસાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
વીજળીનું વધારે બિલ ભરવા તૈયાર રહેજો, યુનિટદીઠ ચૂકવવા પડશે આટલા વધુ રૂપિયાગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ 5000 મિલિયન યુનિટ ઓછી વીજળી ખરીદી તેને પરિણામે પાવર પરચેઝ કોસ્ટમાં વધારો થઈ જતાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની ચાર વીજ વિતરણ કંપનીઓના 1.30 કરોડ વીજ જોડાણધારકોએ જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળાના બિલમાં વીજ વપરાશના ચાર્જમાં યુનિટદીઠ 12 પૈસા વધુ ચૂકવવા પડશે. પરિણામે ગુજરાતના તમામ વીજજોડાણધારકો પર ત્રણ મહિનામાં વીજબિલમાં 213 કરોડનો વધારાનો બોજ આવશે.વીજ સેક્ટરના જાણકારનું કહેવું છે કે ગયા નાણાંકીય વર્ષ દરમિયાન એપ્રિલ-મે-જૂનમાં વીજ કંપનીએ 26520 મિલિયન વીજ યુનિટની ખરીદી કરી હતી તેની સામે એપ્રિલ-મે-જૂન 2020માં તેમણે 21348 મિલિયન યુનિટ વીજળીની ખરીદી કરી હતી.લૉકડાઉનને કારણે ઔદ્યોગિક વીજ વપરાશ ઓછો થઈ જતાં તેમણે આ ખરીદી કરી હતી. પરિણામે ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ વીજળી ખરીદવાની ફોર્મ્યુલા હેઠળ તેમણે કરેલા ખર્ચમાં યુનિટદીઠ 12 પૈસાનો વધારો આવ્યો હતો.
આ સાથે જ એક યુનિટ વીજળી પર એફપીપીપીએની ફોર્મ્યુલા મુજબ રૂા. 2 વસૂલવાના થાય છે.પાવર પરચેઝ કોસ્ટ યુનિટદીઠ 4.56થી વધીને રૂા.4.66 થઈ ગઈઇલેક્ટ્રિસીટીઅત્યાર સુધી ય ુનિટદીઠ આ ફોર્મ્યુલા હેઠળ રૂા.1.90ની વસૂલી કરવામાં આવતી હતી જીયુવીએનએલની વીજવિતરણ કંપનીઓ તેમની પોતાની રીતે યુનિટદીઠ 10 પૈસા વધારે બિલમાં વસૂલવાની કાયદેસર સત્તા ધરાવે છે. બાકીને યુનિટદીઠ 2 પૈસા વસૂલવા માટે તેણે જર્ક-વીજ નિયમન પંચ પાસે મંજૂરી લેવી પડે છે. તેથી આ બે પૈસા મંજૂરી મળ્યા બાદ ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બરના ત્રિમાસિક ગાળાના બિલમાં વસૂલશે.માર્ચની 25મી પછી લૉકડાઉન આવી જતાં ઔદ્યોગિક એકમોનો વીજવપરાશ મંદ અને બંધ પડી જતાં ઓછી વીજળીની ખરીદી થઈ હોવાનું માનવામાં આવે છે. તેથી પાવર પરચેઝ કોસ્ટ યુનિટદીઠ રૂા.4.56થી વધીને રૂા.4.66 થઈ ગઈ છે.વીજખરીદીની કિંમત ઊંચી જવાનું બીજું પણ એક કારણ છે.
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના પોતાના પ્લાન્ટ 20 ટકા ક્ષમતાઓ ચાલતા હોવાથી બહારની કંપનીઓ પાસેથી વીજળીની ખરીદી વધુ કરવી પડી છે.ગાંધીનગર પાવર પ્લાન્ટના યુનિટ નંબર 3, 4 અને 5માં કોઈ જ વીજળી પૈદા કરવામાં આવી નહોતી. તેથી ફિક્સ્ડ કોસ્ટમાં 72 કરોડનો વધારો આવ્યો છે.
વણાકબોરીના 1થી 7 પાવર પ્લાન્ટમાં વીજળી પેદા ન કરવામાં આવતા ગુજરાતના ફિક્સ કોસ્ટ રૂા. 157 કરોડ વધી છે. તેમ જ વણાકબોરીનો 8 નંબરનો પ્લાન્ટમાં માત્ર 377 મેગાવોટ વીજળી પેદા કરવામાં આવતા રૂા.221 કરોડ ફિક્સ્ડ કોસ્ટ વધી છે. આમ સિક્કા, ઉકાઈના વીજમથકોમાં ઓછી વીજલી પેદા કરવાને પરિામે રૂા.360 કરોડ ફિક્સ્ડ કોસ્ટ વધી છે. આમ કુલ મળીને ફિક્સ્ડ કોસ્ટમાં 809 કરોડનો વધારો થયો છે. પહેલી એપ્રિલ 2020થી ગુજરાત વીજ નિયમન પંચે એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ યુનિટદીઠ મહત્તમ રૂા.2.10 લેવાની ચૂટ આપી છે.
