સરડોઈ પંથકમાં ઝેરી કોબ્રા સર્પોનો ઉપદ્રવ વધ્યો

સરડોઈ પંથકમાં ઝેરી કોબ્રા સર્પોનો ઉપદ્રવ વધ્યો
Spread the love

સરડોઈ : અરવલ્લીની ગિરિમાળાઓમાં વસેલા સરડોઈ પંથકમાં ચોમાસા દરમ્યાન સર્પોનો ઉપદ્રવ વધ્યો છે. જેમાં સૌથી વધુ ઝેરી કોબ્રા (નાગ) પ્રજાતિના સર્પો ની હાજરી થી પ્રજા ચોંકી ઉઠી છે.અગાઉ બિનઝેરી પ્રકારના સાપથી પ્રજાને કોઈ ડર ન હતો પરંતુ હમણાંથી રહેણાક વિસ્તાર તેમજ ખેતરમાં કોબ્રાની સવિશેષ હાજરી જોવા મળે છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં સાપ જોવા મળે તો તેને લોકો મોતને ધાટ ઉતારી દેતાં હોય છે પણ આ વિસ્તારમાં સર્પ પ્રેમી પ્રતીક સિહ પૂવારના પ્રયત્નોથી પ્રજામાં જાગૃતિ આવી છે. જેમાં સાપ દેખાય કે તરત તેમને જાણકારી સાપને રેસ્કુ કરી જંગલ માં છોડી મૂકવામાં આવે છે. જંગલની ગિરિમાળાના કારણે સાપ ચોમાસામાં જોવા મળવા તે સ્વાભાવિક હતું પણ બિનઝેરી કરતાં ઝેરી કોબ્રા સાપ વધુ ટહેલવા લાગ્યા છે. જેથી કોઈ કિસ્સામાં સાપ કરડે તો ઝેર ઉતારવાની અંધશ્રદ્ધા ને બદલે તાત્કાલિક હોસ્પિટલ ની સારવાર લેવા માટે લોકોને જાગ્રુત કરવામાં આવી રહ્યા છે.

દિનેશ નાયક (સરડોઈ)

IMG-20200830-WA0087.jpg

Right Click Disabled!