સરદાર સરોવર નર્મદાડેમની જળ સપાટી વધીને 136.03 મીટર થઈ

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને ૧૩૬.૦૩ મીટર થઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવક ૬૪૦૪૦ ક્યુસેક થતા, ડેમના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે પાવર હાઉસમાંથી નદીમાં પાણીની જાવક – ૩૩,૧૬૦ ક્યુસેક અને કેનાલમાં પાણીની જાવક ૧૨,૮૧૯ ક્યુસેક છે. જો કે આજથી ગુજરાતનાં કેટલાક વિસ્તરોમાં વરસાદ પડશે. એવી આગાહી હવામાન ખાતાએ કરી છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)
