સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીની સેક્સલીલા, ઑડિયો ક્લિપ વાયરલ

સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીની સેક્સલીલા, ઑડિયો ક્લિપ વાયરલ
Spread the love

‘જાગો ભક્તો જાગો’ ના હેડીંગ હેઠળ એક મેસેજ વાયરલ કર્યો છે
રાજકોટ વડતાલના સ્વામીનારાયણ સંપ્રદાયના ઘનશ્યામશાસ્ત્રીની સેક્સલીલાઓની આગ હજુ ઠરી નથી ત્યાં સંપ્રદાયના વધુ એક સ્વામીની સેક્સલીલા બહાર આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વડતાલ સંપ્રદાયના હજ્જારો હરિભક્તોના વોટ્સઅપ ગૃપમાં વાયરલ થયેલી એક ઓડિયો ક્લીપ અને મેસેજથી સંપ્રદાયમાં ખળભળાટ મચ્યો છે. ઓડિયો ક્લિપમાં રાજકોટ પાસેના સરધાર સ્વામીનારાયણ મંદિરના એક સ્વામિએ તેમના જ એક સાધુ શિષ્ય સાથે દુષ્કૃત્ય કરી રહ્યા હોવાની નજરે દેખ્યા હોવાની બે અન્ય સ્વામીઓ વાતો કરતા હોવાનું સંભળાય છે.

શિષ્ય સાથે સેક્સલીલલાની ઓડિયો ક્લિક વાયરલ
સરધાર સ્વામીનારાયણ મંદિરના એક સ્વામીએ તેમના જ શિષ્ય સાથે તેમની રૂમની બાથરૂમમાં સેકસલીલા કરી રહ્યા હોવાના આક્ષેપ સાથેની ઓડિયો ક્લીપ વહેતી થઇ છે. આ ઓડિયો ક્લીપમાં સરધારના તત્કાલીન બે પાર્ષદ વચ્ચે ટેલિફોનીક વાતચીત ચાલે છે. જેમાં જણાવી રહ્યા છે કે મોટા સ્વામી બાથરૂમમાં શિષ્ય સાથે નિવસ્ત્ર થઇને સેક્સલીલા કરી રહ્યા હોવાનું મેં એટલે કે તેમણે જાતે જોયું છે. તેથી આ વાત છૂપાવવા તેમના ઉપર ઘણા દબાણો થયા છે.

આ ટેલિફોનીક વાતચીતમાં સામે પક્ષે પાર્ષદો એવું કહેતા સંભળાય છે કે ગમે તેમ પણ સ્વામી આપણા ગુરૂ છે. માટે એમની વાતો ઉઘાડી પાડવી જોઇએ નહીં. પરંતુ તમે ગુરૂને આ વાતો જાણો છો એમ કહીને જેટલો લાભ લેવો હોય તેટલો લઇ શકો છો. સરધારના એક સ્વામી અને તેમના શિષ્ય વચ્ચેની સેક્સલીલાને વર્ણવતી આ 26 મિનિટની ઓડિયો ક્લીપમાં ક્લિપમાં મંદિરના બે તત્કાલિન પાર્ષદો જે વાતચીત કરી રહ્યા છે તે બાબતે વડતાલના હરિભક્તોએ ‘જાગો ભક્તો જાગો’ના હેડીંગ હેઠળ એક મેસેજ વાયરલ કર્યો છે. જેમાં સ્વામીની વ્યાભિચારની વાતો પાર્ષદો કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઓડિયોક્લીપ વાયરલ થતા હજારો હરિ ભક્તોમાં રોષ વ્યાપ્યો છે. અને આવા લંપટી સાધુઓને તાત્કાલિક સંપ્રદાયમાંથી હાંકી કાઢવાની ચળવળ ઉભી થઇ છે.

ઓડિયોમાં વાત કરતા બંને સ્વામિ અમદાવાદ ખાતે સ્થાયી થયા છે
સ્વામીની સેક્સ લીલાઓનો પર્દાફાશ કરતી ઓડિયો ક્લીપમાં જે બે વ્યક્તિઓ વાતચીત કરી રહી છે તે સરધાર મંદિરના બે તત્કાલિન પાર્ષદો હોવાનું હરિ ભક્તોની વાયરલ ઓડિયો ક્લીપ સાથેના મેસેજમાં જણાવાયું છે. પરંતુ આ બંને ભગતો દીક્ષા લઇને સાધુ બની ચૂક્યા છે અને તેમણે સરધાર સ્વામીનારાયણ મંદિર પણ છોડી દીધું છે. તથા વડતાલ સંપ્રદાય પણ ત્યજી દીધો છે. આ બંને અમદાવાદના એક સ્વામીનારાયણ મંદિરના તાબા હેઠળ દીક્ષા લઇને ભગતમાંથી સ્વામી બની ચૂક્યા છે. આ ઓડિયો ક્લીપ વાયરલ થયા પછી તેઓ અને તેમના ફોનનંબરો બંને ભુગર્ભમાં સરકી ગયા છે.

વિવાદમાં સપડાયેલા સ્વામી વડતાલના ટ્રસ્ટ બોર્ડના વહીવટકર્તા સંતો સાથે ભળી ગયા છે
સરધારના એક સ્વામી છેલ્લા ઘણા વર્ષોથી વડતાલના પૂર્વ આચાર્ય અજેન્દ્ર પ્રસાદના અનુયાયી હતા. પરંતુ થોડા સમય પહેલા જ તેઓ અજેન્દ્ર પ્રસાદનો પક્ષ છોડીને હાલના આચાર્ય રાકેશ પ્રસાદના દેવપક્ષમાં જોડાઇ ગયા છે અને અત્યારે વડતાલના ટ્રસ્ટ બોર્ડનો વહીવટ કરતા સંતો સાથે ભળી ગયા છે. થોડા સમય અગાઉ થયેલા મોરારીબાપુના નીલકંઠવર્ણી લાડુડી વિવાદ વખતે આ સ્વામીએ જાહેર મીડીયામાં ઉછળી કૂદીને નિવેદનો આપતા હતા પરંતુ પોતાના જ સંપ્રદાયના ઘનશ્યામશાસ્ત્રીની સેક્સલીલાઓ બહાર આવી ત્યારે સાવ ચૂપ થઇને બેઠા હોવાનો આક્ષેપ વડતાલના હરિભક્તોએ તેમની સામે કર્યો છે.

sardhar-960x640.jpg

Right Click Disabled!