સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.વી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં ઓનલાઇન વેબિનાર

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.વી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં ઓનલાઇન વેબિનાર
Spread the love
  • સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી આયોજિત ઓનલાઈન વેબિનારમાં શ્રી અભિષેક જૈન (ડાયરેક્ટર, રાઈટર, એકટર) અને ફાઉન્ડર- સિનેમાન પ્રોડક્શન લિમીટેડ નું ઉદ્દબોધન

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (એમ.બી.એ. અને એમ.બી.એ.(ઈન્ટીગ્રેટેડ) પ્રોગ્રામ), કડી દ્વારા The Unassailable- Obscure Truth of Success શીર્ષક હેઠળ વિદ્યાર્થીઓ માટે જુદા જુદા વિષયોને લગતા ઓનલાઈન વેબિનાર્સનું આયોજન કરવામાં આવેલું છે. આ અંતર્ગત પ્રથમ ઓનલાઈન વેબિનારના વક્તા તરીકે શ્રી અભિષેક જૈન (ડાયરેક્ટર, રાઈટર, એકટર) કે જેઓએ ‘કેવી રીતે જઈશ’, ‘બે યાર’ અને ‘રોંગ સાઈડ રાજુ’ જેવી સફળ ગુજરાતી ફિલ્મો બનાવી છે તેઓએ “Management Lessons from Movie Direction and Production” શીર્ષક હેઠળ લગભગ ૨૫૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને પોતાના અનુભવોનું ખુબ જ રસપ્રદ અને પ્રેરણાત્મક વર્ણન કર્યું હતું.

આ આખો વેબિનાર પ્રશ્નોતરી અને જવાબના રૂપમાં થયો હતો કે જેમાં ડો. ભાવિન પંડ્યા (સંસ્થાના હેડ અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન તેમજ એસ. વી ઇનોવેશન ફાઉન્ડશનના સી.ઈ.ઓ) એ વિવિધ મેનેજમેન્ટના પાસાઓને વણી લઇ પ્રશ્નો પૂછેલા તેમાં એક પ્રશ્ન હતો કે ગુજરાતી ફિલ્મ જ કેમ પસંદ કરી તેના જવાબમાં તેમને કહ્યું હતું કે મારી માતૃભાષા ગુજરાતી હોવાથી મેં ગુજરાતીમાં વાર્તાઓ પસંદ કરી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. તેમની પ્રથમ ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ ક્યાં સંજોગોમાં બની તેવું પૂછતાં તેમણે કહ્યું કે ગુજરાતી ફિલ્મ બનાવવાનું ઝનુન અને મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ હોવાથી મેનેજમેન્ટ અભિગમ સાથે રિસોર્સ એલોકેસન અને ટાઇમ લાઈન ધ્યાને રાખીને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો હતો.

તેમને વધુમાં ઉમેર્યું હતું કે સફળતા માટે પ્રયાસોમાં કચાસ ના રહેવી જોઈએ અને પ્રોજેક્ટ ના મૂળ વિષય ને ભુલવો જોઈએ નહિ. કોરોનાની સ્થિતિમાં વિદ્યાર્થીઓને તેમણે કોરોનાને ટૂંકા ગાળાનું સંકટ ગણાવીને પાછલા વરસોમાં પ્રમાણિકતા અને ખંતથી કરેલું કામ નિષ્ફળ જતું નથી તેમ કહીને કોરોનાને કદાચ નવી તકો લાવનારું કહી લાંબા ગાળાનું પ્લાન્નીંગ કરી આગળ વધવાનું કહ્યું હતું. બે યાર ફિલ્મ વિષે પૂછેલા પ્રશ્નમાં તેમને કહ્યું કે કેવી રીતે જઈશ ફિલ્મમાં કરેલી ભૂલોમાંથી શીખી આ ફિલ્મ બનાવી તો ખુબ જ સફળ રહી તેમજ તેમણે બે યાર ફિલ્મના મુખ્ય પાત્રોની પસંદગી કેવી રીતે કરી તેની પણ રસપ્રદ માહિતી આપી હતી. તેમની ફિલ્મ રોંગ સાઈડ રાજુ’ ને મળેલા રાષ્ટ્રીય પુરસ્કાર ને પુરા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના સહિયારા પ્રયાસ અને વર્ષોથી કરેલી મહેનતની ફળશ્રુતિ ગણાવી હતી.

વધુમાં તેમને વિદ્યાર્થીઓને એમ પણ કહ્યું હતું કે ભણતર ક્યારેય વ્યર્થ જતું નથી પણ હમેશાં જીવનમાં ઉપયોગી થાય છે. કડી સર્વ વિદ્યાલય વિષે તેમને કહ્યું હતું કે ૧૦૦ વર્ષથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓથી ચાલતી આ સંસ્થા એ આ સંસ્થાનું આગવું લક્ષણ છે અને આ સંસ્થામાંથી હું હમેશાં કઈક શીખ્યો છું અને તે મારા માટે પ્રેરણારૂપ છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડીના ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલે સંસ્થાના હેડ અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન ડો. ભાવિન પંડ્યા તેમજ અધ્યાપકોને આ વેબિનાર શુંખલા શરુ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

IMG-20200828-WA0009.jpg

Right Click Disabled!